અનોખો કિસ્સો: MDની વિદ્યાર્થિનીએ માત્ર આયુર્વેદિક દવાથી કોરોનાને મ્હાત આપી, આ સીવાય જેમણે ઉકાળા પીધા તેમને લાભ થયાના એકથી વધુ કિસ્સા જોવા મળે છે

કોરોનાની કોઈ રસી જ નહીં હોવાના કારણે હાલમાં કોવિડ પોઝિટિવ દર્દીઓને એલોપથીની જીવન રક્ષક દવાના ડોઝ આપીને સાજા કરવામાં આવે છે. જેમની રોગ પ્રતિકારક શક્તિ સારી તેઓ ઝડપથી સાજા થાય છે. પરંતુ અખંડાનંદ આયુર્વેદ કોલેજની એમ.ડી.ની એક વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ થયા બાદ માત્ર આયુર્વેદ દવા લીધી હતી. રિપોર્ટ આવ્યો ત્યાં સુધીના ત્રણ દિવસમાં તો તેનામાંથી કોરોનાના લક્ષણો દૂર પણ થઈ ગયા છે. હાલમાં તે સાવચેતી ખાતર ક્વોરન્ટાઈન થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

૪૫ ડિગ્રી ગરમીમાં પણ જેમણે ઉકાળા પીધા તેમને લાભ થયાના એકથી વધુ કિસ્સા જોવા મળે છે. સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજમાં પંચકર્મમાં એમડીની બીજા વર્ષની વિદ્યાર્થિની ડોલી એસ.સોલંકીનો કિસ્સો અનોખો છે. ૩૧ મે સુધી ડોલી સમરસ હોસ્ટેલમાં આયુષના મેડિકલ ઓફિસ તરીકે કાર્યરત હતી. ત્યારબાદ તેને પોલીસ કર્મચારી, ફાયર બ્રિગેડના જવાનો અને ડોક્ટરોને આયુર્વેદિક દવા પહોંચાડવાના પ્રોજેક્ટમાં મુકવામાં આવી હતી.

આ દરમિયાન તેને ક્યાંકથી કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો. ૧૬મી જૂને બપોરે તેને સુક્કો કફ થયો. સાંજે નબળાઈ લાગવા સાથે ૧૦૨.૩ ફેરનહીટ તાવ હતો. શરીરમાં દુઃખાવો અને માથુ પકડાયું હતું. બીજા દિવસે તે સિવિલ હોસ્પિટલ ગઈ અને એક્સ-રે કઢાવ્યો પરંતુ તે નોર્મલ આવ્યો. કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો.

ત્યારબાદ ૧૭મી જૂનથી અખંડાનંદ કોલેજના એક પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ ફક્ત આયુર્વેદિક દવા લેવાનું શરૂ કર્યું હતું. તેના ૨૪ કલાકમાં કોરોનાના જે લક્ષણો હતા જેવા કે માથુ દુઃખવું, શરીર તૂટવું, નબળાઈ આ તમામ લક્ષણો ગાયબ થઈ ગયા. ડોલીએ કહ્યું કે મેં કોઈ ઝિન્ક, લીમ્સી કે તેના જેવી અન્ય કોઈ સપ્લીમેન્ટરી કહેવાય તેવી કોઈ એલોપથીની દવા લીધી નથી. હું માત્ર આયુર્વેદ દવા લેવાના કારણે જ સાજી થઈ છું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો