એમબીએ ગુજરાતી દંપતી 55 વર્ષના કામવાળા બેનની મદદ માટે સવારે સ્ટોલ પર નાસ્તો વેચે છે

એમબીએ પાસઆઉટ દંપતી તેમના કામવાળા બેનની આર્થિક મદદ કરવા માટે કાંદિવલી રેલવે સ્ટેશનની બહાર સ્ટ્રીટ ફૂડનો સ્ટોલ કરે છે. આ સ્ટોલની કમાણી તેઓ તેમની મેડને આપી દે છે. અશ્વિની શેનોય શાહ અને તેના પતિ રોજ સવારે 4થી 10 વાગ્યા સુધી સ્ટોલ પર પૌઆ, ઉપમા અને પરોઠા વેચે છે.

ફેસબુક યુઝર દિપાલી ભાટિયાએ આ માહિતી તેના અકાઉન્ટ પર પોસ્ટ કરી છે. તેણે લખ્યું કે, હું ગાંધી જયંતીના દિવસે સારું ભોજન શોધી રહી હતી તે દરમિયાન મારી નજર શાહ ફૂડ સ્ટોપ પર ગઈ. અહીં સ્નેક્સ હતા. ભોજનનો આટલો સરસ ટેસ્ટ જોઈને મેં દંપતીને પૂછ્યું કે, તેઓ રસ્તા પર સ્ટોલ લગાવીને કેમ ફૂડ વેચી રહ્યા છે? બંનેનો જવાબ સાંભળીને એક મિનિટ માટે તો હું દંગ રહી ગઈ હતી. આ કપલ તેની 55 વર્ષની મેડની મદદ કરવા માટે સ્ટોલ પર ઊભા રહે છે. રોજ સવારે તેઓ નાસ્તો લઈને આવી જાય છે. તેમની કામવાળી બેનના પતિને લકવો છે. આ નાસ્તો બનાવવામાં તેમની મેડ પણ મદદ કરે છે અને દંપતી જે રૂપિયા ભેગા થાય તે કામવાળા બેનને આપી દે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close