કોઈપણ કોચીંગ ક્લાસ વગર પ્રથમ પ્રયાસે જયપુરનો રહેવાસી 21 વર્ષીય મયંક પ્રતાપ સિંહ દેશનો સૌથી નાની ઉંમરનો જજ બન્યો

રાજસ્થાનનો 21 વર્ષનો રહેવાસી હાલ ઇન્ટરનેટ પર છવાઈ ગયો છે. મૂળ જયપુરનો રહેવાસી મયંક પ્રતાપ સિંહ માત્ર રાજસ્થાન જ નહીં પણ દેશનો સૌથી નાની ઉંમરનો જજ બન્યો છે. રાજસ્થાન જૂડિશલ સર્વિસ 2019ની પરીક્ષામાં તે પ્રથમ નંબરે આવ્યો છે.

જાન્યુઆરી 2019થી નિયમ બદલાતા પરીક્ષાની વય મર્યાદા 21થી 23 વર્ષ નક્કી થઈ

મયંકનો રાજસ્થાન યુનિવર્સિટીમાં બી.એ LLBનો અભ્યાસ આ વર્ષે એપ્રિલ મહિનામાં જ પૂરો થયો છે. જોવાની વાત તો એ છે કે, અત્યાર સુધી જજ બનવાની વય ઓછામાં ઓછી 23 વર્ષની હતી, પરંતુ જાન્યુઆરી 2019થી જ નિયમ બદલાઈ જતા આ ઉંમર 23થી ઘટાડીને 21 વર્ષની કરવામાં આવી હતી. જ્યારે મયંકને ઉંમરમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાની વાતની ખબર પડી ત્યારે તેણે પળવારનો પણ વિચાર કર્યા વગર રાજસ્થાન જૂડિશલ સર્વિસ 2019ની પરીક્ષા આપી અને પ્રથમ ટ્રાયલે જ તે પાસ કરી. મયંકે આ પરીક્ષા માટે કોઈ પણ પ્રકારના કોચિંગ ક્લાસ લીધા નથી અને તૈયારી પણ જાન્યુઆરી મહિનામાં જ શરુ કરી હતી.

જરૂર પૂરતો સોશિયલ મીડિયાનો વપરાશ, ફેસબુક પર અકાઉન્ટ નથી
એક તરફ આજની યંગ જનરેશન સોશિયલ મીડિયામાંથી નવરી નથી પડતી તેવામાં મયંક પ્રતાપ સિંહનો આ પ્લેટફોર્મ સાથે દૂર-દૂર સુધી કોઈ સંબંધ નથી. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન મયંકે જણાવ્યું કે, મેં અત્યાર સુધી ફેસબુક પર કોઈ અકાઉન્ટ બનાવ્યું નથી. પરીક્ષાની તૈયારી વખતે પણ હું વ્હોટ્સએપ માત્ર ભણવાના કામ માટે જ કરતો હતો. હું રોજના ઓછામાં ઓછા 13 કલાક અભ્યાસ કરતો હતો પણ ક્યારેક દિવસના 15-15 કલાક પણ વાંચતો હતો. ભણતર સિવાય મયંકને ઓટોબાયોગ્રાફી વાંચવાનો પણ ઘણો શોખ છે.

197 સ્પર્ધકોમાં મયંકે બાજી મારી

મયંકને હજુ 11 મહિના ટ્રેનિંગ લેવી પડશે તે પછી જ તેઓ જજની ફરજ બજાવશે. આટલી નાનકડી ઉંમરમાં જજ બનવા પર મયંકે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, એક સારા જજ બનવા માટે તમારામાં પ્રામાણિકતા હોવી ઘણી જરૂરી છે. મને નહોતી ખબર કે, 197 વિદ્યાર્થીઓની વચ્ચે હું પ્રથમ નંબરે આવીશ. સ્કૂલ સમયથી મારે આ ફિલ્ડમાં જવું છે, તે વાત મારા મગજમાં હતી.

આજની યંગ જનરેશનને મયંકનો મેસેજ

મયંકને રાજસ્થાન યુનિવર્સિટીમાં બી.એ LLBમાં ગોલ્ડ મેડલ પણ મળ્યો છે. મયંકે આજની યંગ જનરેશનને મેસેજ આપતા કહ્યું કે, ભારત પાસે સૌથી વધારે યંગ જનરેશન છે. જો આ યુથ ડેડિકેશનથી અને સાચી જગ્યા પર કામ કરશે તો એક દિવસ તેમને ચોક્કસથી સફળતા મળશે. અત્યારે આપણાં દેશમાં ઘણાં બધા સારા ફિલ્ડ છે. જરૂરી નથી કે તમે ચોપડીઓ વાંચીને જ આગળ જાઓ, તમારા ઇન્ટરેસ્ટનું ફિલ્ડ સિલેક્ટ કરો અને તેમાં મહેનત કરીને કરિયર બનાવો.જો દેશની યંગ જનરેશન આ વાત સમજી જશે તો દેશ અને પોતાનું એમ બંનેનું ભલું થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો