ભરૂચના યુવાનને એમેઝોનમાં 1 કરોડનું પેકેજ મળ્યું, પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો

ભરૂચના એક યુવાને કેલિફોર્નિયા ખાતે એમેઝોન કંપનીમાં રૂ,1 કરોડના પેકેજમાં સોફટવેર એન્જીનીયર તરીકે નોકરી મેળવી છે. રૂ, 1 કરોડના પેકેજની નોકરી મળતા તેના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

અમેરિકામાં કોમ્પ્યુટર માસ્ટરની ડિગ્રી મેળવી

શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા સંસ્કાર પાર્ક સોસાયટીમાં વિક્રમ ભટ્ટ રહે છે. તેઓ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકની ફરજ તરીકે ફરજ બજાવે છે. તેમના પરિવારમાં પત્ની સપના ભટ્ટ તથા પુત્ર મૌલીક અને પુત્રી હિરલ છે. પુત્રે મૌલિકએ માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ રૂંગટા વિદ્યાલયમાં મેળવ્યું છે. તેણે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ નર્મદા વિદ્યાલયમાંથી મેળવ્યું હતું. ત્યાર બાદ તેણે નિરમા યુનિવર્સીટીમાં ઇલેક્ટ્રોનીક્સ અને કોમ્યુનિકેશન વિભાગમાં અભ્યાસ કર્યો હતો. તેણે યુનિવર્સીટીમાં ડિગ્રી મેળવ્યા બાદ અમેરિકામાં કેલિફોર્નિયા સ્ટેટની સેન હોજ સ્ટેટ યુનિવર્સીટીમાંથી કોમ્પ્યુટર માસ્ટરની ડિગ્રી મેળવી હતી.

મૌલિક ભટ્ટે રૂંગટા અને નર્મદા વિદ્યાલયમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું.

પસંદગીના અલગ-અલગ તબક્કામાંથી પસાર થયો

જેના કારણે એમેઝોન કંપનીએ ભરૂચના યુવાન મૌલીકની નોકરી માટે પસંદગી કરી હતી. તેણે અલગ-અલગ તબક્કામાંથી પસાર થઈને સોફ્ટવેર એન્જીનીયર તરીકે રૂ,1 કરોડના વાર્ષિક પેકેજ સાથે નોકરી મળતાની સાથે તેના પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ભરૂચના યુવાનને યુએસએ કેલિફોર્નિયા ખાતે એમેઝોન કંપનીમાં રૂ,1 કરોડના પેકેજની નોકરી મળી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો