માટીના માટલા દ્વારા બનાવો AC જેવી ઠંડક આપતું દેશી કૂલર, જાણો બનાવવાની પ્રોસેસ

માટીના માટલા અથવા સુરાઈનું પાણી ઠંડુ હોય છે. આ બંને જેટલા નાના હોય છે પાણી એટલું જ વધારે ઠંડુ કરે છે, પણ ઘણાં લોકો તેનો ઉપયોગ વોટર કૂલર બનાવવા માટે પણ કરે છે. આ મિની કૂલરની હવા ACના ટેમ્પ્રેચર જેટલી હોય છે. આવા કૂલરમાંથી આવતી હવાનું કૂલિંગ 14.5 ડિગ્રી સુધી હોય છે. જ્યારે એસીનું મિનિમમ કૂલિંગ 16 ડિગ્રી સુધી હોય છે.

ઘરે જ આ રીતે બનાવો કૂલર

આ વસ્તુઓની પડશે જરૂર

  1.  માટીનું માટલું અથવા સુરાઈ
  2.  AC મિની ફેન
  3.  હોલ કરવા માટે ડ્રિલ મશીન
  4.  પાણીની કુપ્પી
  5.  12 વોલ્ટનું એડપ્ટર
  6.  પેન, દીવો અને ઈન્જેક્શન
  7.  ગ્લૂ સ્ટિક ગન
  8.  એસીની સ્વીચ

કૂલર બનાવવાની પ્રોસેસ.

સૌથી પહેલાં માટીની સુરાઈ લો. હવે તેની પર ફેન મૂકીને પેનથી નિશાન બનાવી લો. ધ્યાન રાખો ફેનને સુરાઈની વચ્ચે ફિટ કરવાનો છે. નિશાન પર ડ્રિલ મશીનની મદદથી હોલ કરી દો. હવે હોલ કરાયેલાં પાર્ટને બહાર કાઢી દો. એ જ રીતે ફેનના હોલની બાજુમાં એસી સ્વિચ માટે હોલ કરી દો.

હવે સુરાઈમાં જ્યાં ફેન માટે હોલ કર્યો છે તેની પાછળની તરફ પાણીની કુપ્પી માટે હોલ કરી દો. તેની પાસે જ એડપ્ટર માટે એક હોલ કરો. હવે નીચે તરફ નાના-નાના ફરતે હોલ કરી દો. આ હોલ સુરાઈના બેસથી 5 ઈંચ ઉપરની તરફ હોવા જોઈએ. જો આ હોલ બેસની નજીક કર્યા તો પાણી બહાર નીકળી જશે.

હવે સુરાઈમાં ફેન અને સ્વિચને ફિટ કરીને કનેક્ટ કરી દો. સાથે જ તેના કનેક્શન એડપ્ટરને પણ કનેક્ટ કરી દો. ધ્યાન રાખો કે એડપ્ટરનો વાયર હોલમાંથી નીકાળીને કનેક્ટ કરવો. હવે તેમાં કુપ્પી લગાવીને ટાઈટ કરી દો, જેથી તે નીકળે નહીં. હવે સુરાઈના મોઢા પર દીવો મૂકીને ગ્લૂ સ્ટિકની મદદથી તેને પેક કરી દો.

હવે કુપ્પીવાળી જગ્યાએથી સુરાઈમાં એટલું પાણી નાખો કે તે નાના-નાના હોલમાંથી બહાર ના નીકળે. હવે કુપ્પીને પેક કરવા માટે ઈન્જેક્શનના પાછળના ભાગને કાઢીને તેની પર લગાવી દો. તેનાથી સુરાઈમાંથી હવા બહાર નીકળશે નહીં. થોડીવાર પછી પાણીને કારણે સુરાઈ નીચેની તરફથી ભીની દેખાવા લાગશે. હવે તેનો ઉપયોગ કરી શકાય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો