લાંબી બીમારી બાદ મુંબઈના ‘મટકા કિંગ’ રતન ખત્રીનું ૮૮ વર્ષની વયે નિધન

ભારતમાં સટ્ટાબાજીના દિગ્ગજ મનાતા રતન ખત્રીનું મુંબઈમાં નિધન થયું છે. તે 88 વર્ષના હતા. પરિવારના સૂત્રોએ જાણકારી આપી કે તે થોડા સમયથી બીમાર હતા અને તેમણે મધ્ય મુંબઈમાં આવેલી નવજીવન સોસાયટીમાં પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા.

સિંધી પરિવારથી આવેલા ખત્રી ભાગલા સમયે પાકિસ્તાનના કરાંચીથી મુંબઈ આવ્યા હતા. તે સમયે રતન ખત્રી યુવાન હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મટકા કિંગના નામથી પ્રખ્યાત ખત્રીને 1962માં મુંબઈમાં શરુ થયેલા એક જુગારના પ્રકાર મટકાને બદલવાનો શ્રેય મળે છે. તેના પછી મટકા દેશભરમાં સટ્ટાબાજીનું એક મોટુ રેકેટ બની ગયું અને કેટલાય દશકા સુધી તેની પર મટકા કિંગ કહેવાતા રતન ખત્રીનું રાજ રહ્યું હતું.

મટકામાં ન્યૂયોર્ક કોટન એક્સચેન્જમાં સંચાલિત થનાર સૂતના ઓપનિંગ અને ક્લોસિંગ રેટ પર સટ્ટાબાજી કરવામાં આવતી હતી. 1960ના દશકમાં મુંબઈના સમાજના દરેક વર્ગમાં લોકપ્રિય હતી. ખત્રીએ શરુઆતમાં કલ્યાણજી ભગત સાથે મળીને કામ કર્યું હતું. ખત્રીએ ભગત સાથે વર્લી મટકાના મેનેજર તરીકે કામ કર્યા પછી બંનેના રસ્તા અલગ થયા હતા. ત્યારે રતન ખત્રીએ રતન મટકાની શરુઆત કરી હતી. મટકામાં ઘણી સારી ચિઠ્ઠીઓ પડી હતી. તેનાથી સટ્ટાબાજી થતી હતી. તેનો રોજનો વેપાર એક કરોડ સુધી પહોંચતો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો