તમામ વાહનચાલકો ખાસ વાંચે આ સમાચાર, રિક્ષા કે કારમાં એકલા હો તો માસ્ક ઉતારી ના દેતા

ગુજરાત (Gujarat)માં કોરોનાની ગતિ ધીમી પડી છે. કોરોનાના ઘટતા કેસો અને કોરોનાની વેક્સિન (Corona Vaccine) મળ્યા બાદ હવે વેક્સિનનેશન (Vaccination)નું અભિયાન શરૂ થઈ ગયું છે જે લાંબા સમય બાદ કોરોના સામે મળેલા સારા સમાચાર છે. જો કે રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ (Night Curfew) યથાવત રાખવાનો નિર્ણય સરકારે લીધો છે. સાથે સાથે કોરોનાની ગાઈડલાઇન્સ (Guidelines)નું પણ પાલન કરવાનું રહેશે. લોકોએ માસ્ક ફરજિયાતપણે પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.

કારચાલકો એકલા હશે તો પણ માસ્ક પહેરવું પડશે

કેટલાક લોકો પોતાની કાર-વાહનમાં એકલા હોય છે ત્યારે માસ્ક પહેરવાનું ટાળી દે છે. જો કે આવું કરનારાઓએ હવે સચેત રહેવું પડશે. કારણ કે અમદાવાદમાં (Ahmadabad) એકલા કારમાં જઇ રહ્યા હો ત્યારે પણ માસ્ક પહેરવું પડશે તેવો શહેર પોલીસ કમિશ્નરે સ્પષ્ટતા કરતો પત્ર બહાર પાડ્યો છે. જે પ્રમાણે, અમદાવાદ શહેરમાં કારચાલકો એકલા હશે તો પણ માસ્ક પહેરવું પડશે. અત્યાર સુધી એવું હતું કે એક વ્યક્તિ કારમાં સવાર હોય તો માસ્ક આવશ્યક નહોતુ, પરંતુ આરોગ્ય મંત્રાલય તરફથી મળેલી સૂચના મુજબ ગૃહ મંત્રાલયના નિર્દેશથી અમદાવાદ પોલીસે આ સ્પષ્ટતાનો વિસ્તૃત પત્ર બહાર પાડ્યો છે.

જેના પગલે રિક્ષા, ટેક્સી, કેબ, સરકારી કે ખાનગી વાહનોના ચાલકો અને મુસાફરોએ માસ્ક પહેરવું પડશે. જો કોઇ વાહનચાલક તથા તેમાં મુસાફરી કરતા મુસાફરો માસ્ક વગર પકડાશે તો બંને પાસેથી નિયત કરાયેલી દંડની રકમ વસુલાશે. રાજ્યના ગૃહવિભાગે જાહેર સ્થળો, કાર્યસ્થળો, મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાનું ફરજીયાત કર્યું છે. જે માટે ફોર વ્હિલર, રિક્ષા, ટેક્સી, કેબ, સરકારી કે ખાનગી વાહન ચાલકોના ડ્રાઇવર એકલા મુસાફરી કરી રહ્યા હોય તે છતાં પણ તેમના માટે માસ્ક પહેરવું ફરજીયાત છે. નિયમો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસે નિયમો ભંગ કરનારાઓ પાસેથી અત્યાર સુધી 150 કરોડ રૂપિયાનો દંડ વસુલ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો