‘મારી સરકાર, મારા નિયમો’! ભાજપના પ્રવેશોત્સવમાં આવ્યા 100થી વધુ લોકો, તો શું કોરોના મહામારીના નિયમો ભાજપને લાગુ નથી પડતા?

કોરોના મહામારીને લઈ સરકારે અનેક નિયમો બહાર પાડ્યા છે. જેમાં ચહેરા પર માસ્ક ફરજિયાત, સામાજિક અંતરનું પાલન કરવું સહિતનાં નિયમો છે. પણ આ નિયમો ફક્ત સામાન્ય લોકોને જ લાગુ પડે છે. અને દંડ પણ સામાન્ય લોકોને જ થાય છે. જ્યારે જે પક્ષની સરકાર આ નિયમો બનાવી રહી છે તે જ સરકારનો પક્ષ આ નિયમોનાં લીરેલીરાં ઉડાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આજે કોંગ્રેસનાં 5 પૂર્વ ધારાસભ્યોનાં કમલમ ખાતે પ્રવેશોત્સવ યોજાયો હતો. આ દરમિયાન કોરોના મહામારીથી બચવા માટે પાળવાનાં આવતાં નિયમોનો સરેઆમ ભંગ થતો નજરે પડ્યો હતો. સામાજિક અંતર જાળવવાના બદલે ભાજપનાં કાર્યકરો અને હોદ્દેદારો ટોળે વળીને ઉભાં રહેલાં દેખાયા હતા તો કેટલાંક લોકોએ માસ્ક પેરવાના બદલે માત્ર માસ્ક લટકાવીને નિયમ પાળવાનો ઢોંગ કરતા હોય તેવું નજરે પડતું હતું. આ દ્રશ્યો જોઈને એવું લાગે છે કે કમલમ જાણે કે કોરોનાપ્રુફ હોય.

ભાજપ પ્રદેશ કાર્યાલયમાં કોરોના મહામારીના નિયમોનો ધજાગરા ઉડયા હતા. કોરોનાના કાળમાં લગ્ન માટે માત્ર 50 લોકોને જ મંજૂરી હોય છે. તેવામાં ભાજપના પ્રવેશોત્સવમાં 100થી વધુ લોકો કમલમ પહોંચ્યા હતા. તો શું કોરોના મહામારીના નિયમો કમલમમાં લાગુ નથી પડતા? સત્તા પક્ષ જ કેમ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. અને આમ પણ નિયમો તો ગાય જેવાં ગણાતાં સામાન્ય નાગરિકોને જ લાગુ પડે છે. બાકી સત્તા પક્ષમાં રહેલાં રાજનેતાઓને ક્યાં એકપણ નિયમ લાગુ પડે છે. જેમની સરકાર એમનાં નિયમો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો