ભારતીય સ્ટાર બોક્સર મેરીકોમે ગોલ્ડમેડલ જીત્યો, ઓસ્ટ્રેલિયન બોક્સરને 5-0થી હરાવી

બોક્સર એમસી મેરીકોમે 23માં પ્રેસિડેન્ટ્સ કપની 51 કિલો સ્પર્ધામાં ગોલ્ડમેડલ જીતી લીધો છે. રવિવારે ઈન્ડોનેશિયાના લાબુઆન બાજોમાં ફાઈનલ મુકાબલામાં તેમણે ઓસ્ટ્રેલિયનની એપ્રિલ ફ્રૈંક્સને 5-0થી હરાવી છે. 6 વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકેલી મેરીકોમે આ વર્ષમાં મે મહિનામાં ઓપન બોક્સિંગ ટૂર્નામેન્ટમાં પણ ગોલ્ડમેડલ જીત્યો હતો. જો કે, ત્યારબાદ તેમણે એશિયન ચેમ્પિયનશીપમાં ભાગ લીધો ન હતો. તેમને પ્રેસિડેન્ટ કપમાં ઓલમ્પિકની તૈયારીઓ માટે ભાગ લીધો હતો.

વુમન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપ 7 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી રશિયામાં યોજાશે. મેરીકોમની નજર 2020 ટોકિયો ઓલમ્પિકમાં ક્વોલિફાઈ કરવા પર હશે. મેરીકોમે 2012 લંડન ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં તેમના નામે એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ છે. કોમનવેલ્થ ગેમ્સમાં પણ તેમણે એક ગોલ્ડમેડલ જીત્યો છે.

આ મેડલ મારા અને દેશ માટેઃ

મેરીકોમ- મેરીકોમે ટ્વીટ કરીને કહ્યું કે, પ્રેસિડેન્ટ્સ કપમાં આ ગોલ્ડમેડલ મારા અને દેશ માટે છે. જીતવાનો અર્થ એ જ છે કે તમે આગળ વધી રહ્યા છો. તમે તનતોડ મહેનત કરી રહ્યાં છો. અન્ય કોઈની તુલનામાં વધારે મહેનત કરી રહ્યા છો. હું મારા તમામ કોચ, સહયોગી સ્ટાફ, કિરણ રિજિજૂ અને સાઈનો આભાર વ્યક્ત કરું છું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો