શહીદ મેજર અનુજના પિતાએ કહ્યું- દીકરાએ તેની ફરજ નિભાવી, દુખ તો એ વહુનું છે જે અઢી વર્ષ પહેલા આ ઘરમાં આવી
હંદવાડા એન્કાઉન્ટરમાં શહીદ થયેલા મેજર અનુજ સૂદના પિતા રિટાયર્ડ બ્રિગેડિયર ચંદ્રકાંત સૂદને જ્યારે એકમાત્ર પુત્રની શહીદીના સમાચાર મળ્યા તો તેમની આંખોમાંથી આંસૂ છલકાવા લાગ્યા. ત્યારબાદ મનને સંભાળ્યું, આખોં લૂછીને કહ્યું કે દીકરાએ તેની ફરજ નિભાવી. તે દેશને કામ આવ્યો. દુખતો એ વહુનું છે જ અઢી વર્ષ પહેલા આ ઘરમાં આવી. વાતચીતમાં શહીદના પિતા માત્ર આટલું જ બોલી શક્યા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
જમ્મૂ કાશ્મીરના હંદવાડામાં શનિવારે રાત્રે આતંકવાદીઓ સાથે અથડામણમાં આર્મીની 21 રાષ્ટ્રીય રાઇફલ્સના કમાન્ડીંગ ઓફિસર આશુતોષ શર્મા, મેજર અનુજ સૂદ સહિત પાંચ જવાન શહીદ થયા હતા. મેજર સૂદ હિમાચલના કાંગડાના દેહરા ગોપીપુરના રહેવાસી હતી. ઘણા વર્ષો પહેલા તેમનો પરિવાર પંચકુલામાં શિફ્ટ થયો હતો.
2017માં હિમાચલમાં લગ્ન થયા હતા
મેજર અનુજ સૂદના લગ્ન હિમાચલના ધર્મશાળામાં રહેતી આકૃતિ સાથે સપ્ટેમ્બરલ 2017માં થયા હતા. આકૃતિ પૂણેની એક કંપનીમાં નોકરી કરે છે. મેજરની શહીદીના સમાચાર જેવા ધર્મશાળા પહોંચ્યા, ત્યાં માહોલ ગમગીન થઇ ગયો. સોમવારે મેજરનો પાર્થિવ દેહ પંચકુલા લાવવામાં આવશે. ત્યારબાદ મની માજરા સ્મશાન ઘાટમાં સૈન્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

2017માં મેજર અનુજ સૂદના લગ્ન થયા હતા ત્યારની આ તસવીર છે.
31 વર્ષીય મેજર અનુજ સૂદે શરૂઆતનો અભ્યાસ આર્મી પબ્લિક સ્કૂલ લખનૌમાં કર્યો હતો. તેમણે પહેલા પ્રયત્નમાં જ એનડીએની પરીક્ષા પાસ કરી લીધી હતી. પરિવારજનોએ જણાવ્યું કે અનુજનું સિલેક્શન IITમાં થઇ ગયું હતું પરંતુ દેશસેવા માટે આર્મી જોઇન કરવાનો નિર્ણય કર્યો.
શહીદ મેજરની નાની બહેન પણ કેપ્ટન
શહીદ મેજર સૂદનો પરિવાર અમુક મહિના પહેલા જ પંચકુલાની અમરાવતી એન્ક્લેવમાં રહેવા આવ્યો છે. હજુ અહીં તેમનું મકાન બની રહ્યું છે. શહીદ મેજરની નાની બહેન હર્ષિતા સૂદ પણ આર્મીમાં કેપ્ટન છે જે ઇન્દોરના મઉમાં પોસ્ટેડ છે. મેજર અનુજની એક મોટી બહેન ઓસ્ટ્રેલિયામાં રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

