સુરતમાં મહિલા છેડતીનો વધુ એક કિસ્સો આવ્યો સામે: ‘ફેક્ટરી માલિકે હાથ ખેંચી …. અડપલા કર્યા’, પરિણીત મહિલાએ બચકા ભરી આબરૂ બચાવી
સુરત શહેરમાં મહિલા છેડતીની સતત ફરિયાદો સામે આવી રહી છે, ત્યારે સુરતના પુણા વિસ્તારમાં કુર્તી બનાવતી ફેકટરીના માલિકે ફેકટરીમાં કામ કરતી મહિલાની શારીરિક છેડતી કરવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો, પોલીસે મહિલાની ફરિયાદ લઇને વધુ તપાસ શરૂ કરી છે.
સુરતમાં સતત મહિલા અત્યાચારની ફરિયાદો પોલીસ સમક્ષ આવી રહી છે, તેમાં પણ દુષ્કર્મ સાથે શારીરિક છેડતી અને શોષણના મામલા વધુ સામે આવી રહ્યા છે. ત્યારે મૂળ સુરેન્દ્રનગરની વતની અને હાલ સુરતના કામરેજમાં પતિ સાથે રહેતી 20 વર્ષીય પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે, ‘એક મહિલા મારફતે ગત 21 જાન્યુઆરીના રોજ પુણાના સુરતીનગર પાસે એક કુર્તી બનાવવાના પ્રવિણભાઇ મુલાણીના ખાતામાં નોકરીએ જોડાઈ હતી. જોકે, થોડા દિવસો બાદ પરણિતા કામ કરતી હોય ત્યાં કામના બહાને પ્રવિણભાઈ આવી પ્રાઇવેટ ભાગે ટચ કરતા હતા’.
ફરિયાદ અનુસાર, આ અંગે પરણીતાએ માલિકને ઠપકો પણ આપ્યો હતો. જોકે ફેકટરીના મલિક પર આ ઠપકાની કોઈ અસર નહી થતી અને સતત પરિણીતાની છેડતી કરતો હતો. પરિણીતાનો આક્ષેપ છે કે, ‘હદ ત્યારે થઇ ગઈ જ્યારે, ગત 4 ફેબ્રુઆરીની બપોરના સમયે પરણિતા તેની સાથે કામ કરતી એની મહિલા મિત્ર સાથે ઉભી હતી તે સમયે ફેકટરીના માલિક પ્રવીણ ભાઈ આવ્યા હતા અને પરિણીતાનો મોબાઈલ ફોન લઇ લીધો હતો અને પોતાની ઓફિસના કેબિનમાં જતા રહ્યા હતા. પોતાનો ફોન લેવા માટે માલિકના કેબીની બહાર ઉભી રહીને ફોનની માંગણી કરી હતી. જોકે મલિક દ્વારા કેબિનમાં આવીને ફોન લઇ જવાનું કહેવામાં આવ્યુ હતું. જોકે આ પરણિતા ડરના મારે માલિકના કેબીનમાં જવાની જગ્યા પર કેબીન બહાર એક કલાક સુધી ઉભી રહી હતી બાદમાં પ્રવિણભાઈએ તેનો હાથ પકડી અંદર ખેંચી દરવાજો બંધ કરી દીધો હતો અને પરણિતાને જકડી લઈ અંગત પાર્ટ સાથે અડપલાં કર્યા હતા.’
પરણિતાએ પોલીસને જણાવ્યું કે, ‘સ્વબચાવમાં બચકું ભરી હાથ છોડાવી બહાર નીકળી ત્યારે પ્રવિણભાઈએ ધમકી આપી હતી કે, તારાથી થાય તે કરી લે, કોઈને કહેશે તો જાનથી મારી નાંખીશ. જોકે આ પરણિતા પહેલા તો ત્યાંતી નીકળી ગઈ હતી અને જે મહિલા મિત્ર દ્વારા નોકરી પર લાગી હતી, તેને વાત કરતા આ મહિલાની મદદ લીધી’. પરણિતાએ માલિક વિરુદ્ધ પુણા પોલીસમથકમાં ફરિયાદ આપી હતી’. જોકે પહેલા પોલીસે માત્ર અરજી લીધી હતી અને અરજીના આધારે તપાસ કરી આખરે પરિણીતાની ફરિયાદ લઈ કારખાના મલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

