પ્રેમ આંધળો હોય છે! આ કહેવતને સાર્થક કરતી ધટના સામે આવી, પરણિતાને પાણીપુરી ખાતા થયો પ્રેમ, પાણીપુરીવાળાએ દગો કર્યો તો ભર્યું હિચકારી કૃત્ય

કહેવાય છે પ્રેમ આંધળો હોય છે, જેમાં કોઇ વ્યક્તિ પડે તો તેના સારા ખોટાનું ભાન રહેતું હતું. આવી એક ઘટના હાલ સુરતમાં સામે આવી છે. અહીં એક પરણિતાને એક પાણીપુરી વેચવાવાળા સાથે પ્રેમ થયો હતો. પરંતુ પાણીપુરીવાળાએ પ્રેમમાં દગો કરતા ભાંગી પડેલી પરિણીતાએ મોતને વ્હાલું કર્યું હતું.

પાણીપુરીવાળાએ પ્રેમમાં દગો આપતા નાસીપાત થયેલી ઉધનાની પરિણીતાએ ગળેફાંસો ખાઇ મોતને વ્હાલું કરી લીધું હતું. ઉધનામાં હેગડેવાર વસાહતમાં રહેતા લક્ષ્મીબેન રામચંદ્ર કણિયા (45)ની મોટી પુત્રી નિશા (25)ના લગ્ન મહોલ્લામાં જ રહેતા નિકુંજ કણિયા સાથે થયા હતા. નિશાને સંતાનમાં 3 વર્ષની ધ્યાના છે. પતિ ડ્રાઇવિંગ કામ કરે છે.

દરમિયાન નિશાને ધર પાસે જ રહેતા રાહુલ રામવિલાસ ગુપ્તા સાથે પ્રેમસંબંધ હતો. રાહુલ ઝાંસીની રાણી ગાર્ડન પાસે પાણીપુરીની લારી ચલાવે છે. છેલ્લા 3 વર્ષથી તેઓ વચ્ચે અફેર ચાલતું હતું. રાહુલે નિશાને લગ્ન કરવાની પણ લાલચ આપી હતી. દરમિયાન થોડા દિવસો પહેલા નિકુંજે પોતાના ઘરમાં જ નિશાને પ્રેમી રાહુલ સાથે પકડી પાડી હતી, જે મુદ્દે ઘરમાં મોટો ઝઘડો પણ થયો હતો.

નિશાએ રાહુલ સાથે લગ્ન કરવાની વાત કરતા પતિ નિકુંજે રાહુલ નિશાને સ્વીકારતો હોય તો છૂટાછેડા આપવાની પણ તૈયારી બતાવી હતી. જો કે, રાહુલે નિશાને અપનાવવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ સપ્તાહ પહેલા નિશા પ્રેમી રાહુલ સાથે કડોદરા ભાગી ગઇ હતી.

પરિવારજનોએ અહીં પહોંચી પુછપરછ કરતા રાહુલે નિશા સાથે લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જેથી નિશા નાસીપાત થઇ હતી. ગતરોજ દીકરીને પતિ સાથે મંદિરે દર્શન કરવા મોકલી આપી પ્રેમીના દગાને કારણે હતાશ થયેલી નિશાએ ઘરમાં ફાંસો ખાઇ લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close