ઘરમાં એક બાળક અને સુંદર પત્ની હોવા છતાં લફરાબાજ પતિ કુંવારો હોવાનું કહીને ત્રણને ફેરવતો હતો, વોટ્સએપ ચેટથી ભાંડો ફૂટ્યો

આજના સમયમાં ધીરે ધીરે લગ્નતેર સંબંધો સતત વધી રહ્યા છે. ફાસ્ટ લાઈફસ્ટાઇલના કારણે લોકો ઘરમાં ક્વોલિટી સમય પસાર નથી કરી શકતાં જેના કારણે બહાર વધુ સંબંધો બંધાતા જાય છે. ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવો જ એક લગ્નેત્તર સંબંધનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિ ઘરમાં પત્નીને મૂકીને બહાર બીજી ત્રણ ત્રણ પ્રેમિકા ફેરવતો હતો. જોકે પતિની ચાલચલગત પરથી પરિણીતાને અન્ય મહિલાઓ સાથે પતિનો પ્રેમસંબંધ હોવાની શંકા જતાં મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જે બાદ મહિલા હેલ્પલાઈનની ટીમે પરિણીતાના પતિની પૂછપરછ અને ફોન ચેક કરતાં એક-બે નહિ, પરંતુ ત્રણ-ત્રણ છોકરીઓ સાથે અફેર હોવાનું બહાર આવ્યું હતું. લફરાબાજ પતિ 8 વર્ષના બાળકના પિતા હોવા છતાં છોકરીઓને પોતે કુંવારા હોવાનું જણાવી પ્રેમજાળમાં ફસાવતો હતો. મહિલા હેલ્પલાઈનની ટીમે તેમને અન્ય છોકરીઓને ફસાવીને છેતરપિંડી કરવા બદલ કાયદાકીય કાર્યવાહી અંગે જાણકારી આપી હતી. હવેથી તેઓ કોઈ છોકરી સાથે સંબંધ નહિ રાખે એવી બાંયધરી આપતાં સમાધાન થયું હતું.

બનાવની વિગત મુજબ મહિલા હેલ્પલાઈન 181માં પરિણીતાએ ફોન કરી કહ્યું હતું કે મારા પતિને અન્ય મહિલા સાથે અફેર છે અને મને શારીરિક-માનસિક ત્રાસ આપે છે, જેથી હેલ્પલાઈનની ટીમ ત્યાં પહોંચી હતી. પરિણીતાએ જણાવ્યું હતું કે મારા લગ્નને 10 વર્ષ થયાં છે, 8 વર્ષનો પુત્ર છે. જોકે પતિ નાની નાની વાતે ગુસ્સો કરીને શારીરિક માનસિક ત્રાસ આપે છે. તેમજ ઘણીવાર તો બે-બે દિવસ સુધી ઘરની બહાર રહે છે. મારા પતિને અન્ય મહિલા સાથે સંબંધ છે, જે બાબતે ઘરમાં પણ જાણ કરી હતી, પરંતુ સમાજના ડરના કારણે શાંતિ રાખવાનું કહેતા હતા.

જે બાદ મહિલા હેલ્પલાઈની ટીમે પતિનું કાઉન્સેલિંગ કર્યું હતું અને પછી તેનું વ્હોટ્સએપ ચેક કરતાં એક-બે નહિ, પરંતુ ત્રણ-ત્રણ છોકરી સાથે અફેર હોવાનું બહાર આવ્યું હતું. જોકે પતિએ આ સમયે પણ ખોટું બોલીને કહ્યું હતું કે આ યુવતીઓ તો તેની બહેન સમાન છે. જોકે હેલ્પલાઈનની ટીમે પતિની ખરાઈ કરવા માટે છોકરીઓને બોલાવતાં તેમણે પ્રેમસંબંધ હોવાનું જણાવ્યું હતું. પોતે એક પુત્રનો પિતા હોવા છતાં કુંવારા હોવાનું કહી પ્રેમજાળમાં ફસાવતો હતો. અન્ય છોકરીઓને ફસાવી છેતરપિંડી કરવા બદલ કાયદાકીય કાર્યવાહી અંગે જાણકારી આપી હતી. આજ બાદ તેઓ કોઈ છોકરી સાથે સંબંધ નહિ રાખે એવી બાંયધરી આપતાં મહિલા હેલ્પલાઈનની મદદથી કપલ વચ્ચે સમાધાન થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો