ત્રણ વર્ષથી ખુદ ઓક્સિજનના સહારે જીવતો મંઝૂર અહેમદ કોરોનાના દર્દીઓને પહોચાડી રહ્યો છે ઓક્સિજન સિલિન્ડર

સમગ્ર દેશ રોગચાળાના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરી રહ્યો છે અને કોવિડ પોઝિટિવ દર્દીઓની સંખ્યા લાખો સુધી પહોંચી ગઈ છે. તે જ સમયે, કેટલાક લોકો એવા છે કે જેઓ અન્ય લોકોને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકવા તૈયાર હોય છે. આવી જ એક વ્યક્તિ છે કાશ્મીરનો 48 વર્ષીય મંજુર અહેમદ, જે પોતે અસ્થમાના દર્દી છે અને છેલ્લા 3 વર્ષથી ઓક્સિજન પર છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મંજુર અહેમદ જરૂરિયાતમંદ કોરોના પોઝિટિવ દર્દીઓ સુધી ઓક્સિજન સિલિન્ડર પહોંચાડવા માટે એક નાનો ટ્રક ચલાવે છે. આ રોગચાળામાં તેઓ ઓક્સિજનની જરૂરિયાતવાળા લોકોને મદદ કરે છે. તેઓ કહે છે કે હું જાણું છું કે જેમને જ્યારે ઓક્સિજનની જરૂર પડે છે ત્યારે તેમને નથી મળતો, ત્યારે તેઓને કેટલીયે મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે.

ટ્રક ડ્રાઈવર મંજુર અહમદ કહે છે કે માનવતા માટે જો હું કોઈને ઓક્સિજન આપવા માટે સક્ષમ છું અને તેમનુ જીવન બચાવી શકું અથવા તેને કોઈ રાહત આપી શકુ તો તે મારા માટે ખૂબ મોટો અહેસાસ છે. હું જાતે જ અસ્થમાનો દર્દી છું, અને હું જાણું છું કે લોકોને આ ઓક્સિજનની ખૂબ જરૂરી હોઇ શકે છે. આને કારણે લોકોનો જીવ પણ બચે છે અને મારા માટે રોજગાર પણ સર્જાયો છે. પરિવાર માટે કરવાનું છે. આ માનવતા છે. હું ભીખ માંગી શકતો નથી, મારાથી તે નહી થાય, મને ભગવાને હાથ આપ્યા છે તેથી હુ કામ કરતો રહીશ.

મંઝૂરે કહ્યું કે હું ઘરે બેસી શકતો નથી, હું મારા પરિવાર માટે કામ કરું છું અને કમાઉ છું. તેઓ મારા પર નિર્ભર છે. પરિવારનો ખર્ચ પણ છે, તેથી મારે બહાર આવવું પડશે. હું ઇચ્છું છું કે મારા બાળકો આ વિશ્વમાં કંઇક કરે. મંઝૂર પોતે તેની સાથે 24 કલાક ઓક્સિજન સિલિન્ડર રાખે છે. તેમને ચેપનું જોખમ પણ વધારે છે, કારણ કે તેમના ફેફસાં પહેલાથી જ નબળા છે. પરંતુ તેઓ આ ઓક્સિજન સિલિન્ડર માત્ર દર્દીઓના ઘરોમાં જ પહોંચાડે છે, પરંતુ જરૂર પડે ત્યારે સિલિન્ડરો પણ ફરીથી ભરી દે છે. મંઝૂરે કહ્યું કે હું ઈચ્છું છું કે લોકો આશા ગુમાવે નહીં. તેઓએ મજબૂત રહેવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો