રાજકોટના મનસુખભાઈ સુવાગિયાએ સામાજિક કાર્યોની ક્રાંતિ સર્જી, જળરક્ષા, ગૌવંશ રક્ષા, ગાય આધારિત કૃષિ, પ્રકૃતિ રક્ષા સંસ્કૃતિ માટે રાત-દિવસ એક કર્યા, ગામડાઓમાં બનાવ્યા 100 ચેકડેમ

પોતાની આંતરસૂઝ, જાત પરિશ્રમ, આચરણ અને જીવન સમર્પણથી ભારત દેશને ચેકડેમ યોજનામાંથી જળક્રાંતિ, ગાય આપણે આંગણે યોજનાથી ગીર ગાય ક્રાંતિ, ગાય આધારિત કૃષિ યોજના આપી છે એવા ઋષિ પરંપરાના માર્ગે ચાલીને માત્ર 12 ધોરણ ભણેલા કિસાનપુત્ર મનસુખભાઈ સુવાગિયા છેલ્લા 21 વર્ષથી જળરક્ષા, ગીર-કાંકરેજ અને ભારતીય ગૌવંશ રક્ષા, ગાય આધારિત કૃષિ, પ્રકૃતિ રક્ષા સંસ્કૃતિ માટે રાત-દિવસ કઠોર પરિશ્રમ અને આત્મચિંતન કરી રહ્યા છે. જળક્રાંતિ ટ્રસ્ટના મનસુખભાઈ સુવાગિયાએ અત્યાર સુધીમાં માત્ર રૂ. 10 લાખમાં 51 ચેકડેમ બંધાવ્યા છે જે 20 વર્ષથી સંપૂર્ણ સલામત છે. 5 હજાર ગામોમાં જઈને તેમણે 1 લાખ લોકોને વ્યસનમુક્ત કર્યા છે, અને ગીર જંગલમાં ખજૂરીનેસમાં 100 દિવસ નિવાસ કરીને મનસુખભાઈ સુવાગિયાએ વિશ્વપ્રેરક નવો ‘ગોવેદ ગ્રંથ’ રચ્યો છે.

100થી વધુ ચેકડેમ બંધાવ્યા

સામાજિક કાર્યકર મનસુખભાઈ સુવાગિયાએ પણ એવી જ રીતે અથાગ મહેનત અને ગ્રામજનોના શ્રમદાનથી છેલ્લા 20 વર્ષમાં 100થી વધુ ચેકડેમ બાંધ્યા છે. સૌરાષ્ટ્રના અનેક સૂકાભઠ્ઠ ગામડાઓને આજે તેમણે લીલાછમ કરી દીધા છે જેના કારણે અગાઉ જે લોકો પાણીની અછતના કારણે ગામ છોડી ચાલ્યા ગયા હતા તેઓ પણ આજે ગામમાં પાછા વળ્યા છે.

આટલા સામાજિક કાર્યો કરી ક્રાંતિ સર્જી

  1. શ્રમદાનથી 28 ચેકડેમ અને તળાવો બાંધનાર ભેખડિયા અને જામલી દેશના પ્રથમ આદિવાસી ગામ બન્યા છે.
  2. લોકોને પ્રેરણા આપવા મનસુખભાઈએ 100 ગામમાં 20 વર્ષ રાત-દિવસ શ્રમદાન કર્યું.
  3. જળસંકટ વચ્ચે 2019માં ગીર જંગલમાં 1600થી 1700 ફૂટ ઊંડાઈના 35 બોર કરાવ્યા.
  4. દુષ્કાળથી ભૂખે મરતી કચ્છના રબારીઓની 50 ગાય ઊંચી કિંમતે ખરીદી ભેખડિયા આદિવાસીઓના આંગણે બાંધી.
  5. સહાય વિના ગ્રામજનોના લોકફંડ અને શ્રમદાનથી હજારો ચેકડેમ બાંધનારા ભારતના પ્રથમ વ્યક્તિ બન્યા.
  6. સરકારી ચેકડેમથી માત્ર 20 ટકા ખર્ચમાં જ ચેકડેમ બનાવ્યા, જે 20 વર્ષે પણ સલામત છે.
  7. જૂનાગઢના જામકા ગામને ગીર ગાયનું દેશનું પ્રથમ મોડેલ ગામ બનાવ્યું.
  8. મનસુખભાઈની પ્રેરણાથી અનેક ઉદ્યોગપતિઓએ પોતાની ફેક્ટરી-ફાર્મહાઉસમાં ગીર ગાયો બાંધી.
  9. 100 જાતવાન દેશી આંબાની જાતોનું 100 ગામો, પહાડો-જંગલોમાં વાવેતર.
  10. 1 લાખ લોકોને વ્યસનમુક્ત કર્યા, ભેખાડિયા, જામલી અને નગડિયાને દેશના પ્રથમ વ્યસનમુક્ત ગામ બનાવ્યા.
  11. 2018માં દિવ્યગ્રામ યોજના થકી 200થી વધુ ખેતરોને પાળા બાંધ્યા.
  12. 50,000 લોકોને ચેકડેમ યોજનાથી જળસંગ્રહનો સંકલ્પ લેવડાવ્યો.
  13. ગીર જંગલમાં 100 દિવસ રહીને ગાય ઉપર વિશ્વ પ્રેરક ‘ગોવેદ ગ્રંથ’ લખ્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો