AIIMSમા દાખલ પૂર્વ PM ડૉ.મનમોહન સિંહની ખબર પૂછવા પહોંચ્યા સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા, જુઓ તસવીરો..

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની તબિયત બગડતા બુધવારે તેમને AIIMSમા એડમીટ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબિયત સ્થિર છે એવું કહેવામાં આવ્યું છે. ત્યારે આજે દેશના સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા તેમની ખબર પૂછવા AIIMSમા ગયા હતા. ત્યાર બાદ મનસુખ માંડવિયાએ ટ્વીટર પર કહ્યું હતું કે, આજે પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંહની AIIMS નવી દિલ્હીમાં મુલાકાત કરી. તેમના સ્વાસ્થ્યની જાણકારી લીધી. હું તેમના જલદી સ્વસ્થ થઇ જવાની પ્રાર્થના કરું છું.

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહની તબિયત સારી નથી. પૂર્વ ડૉ. વડાપ્રધાન મનમોહન સિંહને 2 દિવસથી સામાન્ય તાવ થવા પર બુધવારે સાંજે 6 વાગ્યે દિલ્હી સ્થિત AIIMSમાં એડમિટ કરાવવામાં આવ્યા હતા. AIIMSએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને તાવની તપાસ માટે એડમિટ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર છે. તેઓ ડૉક્ટર્સની દેખરેખમાં છે. આ પહેલા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મીડિયા સેલના અધિકારીએ જણાવ્યું હતું કે ડૉક્ટર મનમોહન સિંહને છેલ્લા બે દિવસથી સામાન્ય તાવ હતો, તેમને સારી ચિકિત્સા દેખરેખ માટે હૉસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા છે.

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને બુધવારે સાંજે 6:15 વાગ્યે કાર્ડિયો-ન્યૂરો ટાવરમાં ડૉ. નીતિશ નાયકની દેખરેખમાં એડમિટ કરાવવામાં આવ્યા છે. આગામી ટેસ્ટિંગ થઈ રહી છે. પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ જલદી સ્વસ્થ થાય તેની કામના સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે ટ્વીટ કરીને કહ્યું કે ‘હૉસ્પિટલમાં એડમિટ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહજીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છું, મારી પ્રાર્થના અને તેઓ જલદી સ્વસ્થ થાય તેવી કામના કરું છું. તેઓ જલદી સારા થઈ જાય.

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પણ પૂર્વ વડાપ્રધાન જલદી સ્વસ્થ થાય તેવી કામના કરી છે. આ પહેલા પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ એપ્રિલમાં કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ તેમને દિલ્હી સ્થિત AIIMSના ટ્રોમા સેન્ટરમાં એડમિટ કરાવવામાં આવ્યા હતા. તેમને વાયરસના સામાન્ય લક્ષણોનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ તેઓ સાજા થઈ ગયા હતા. ગત વર્ષે મે મહિનામાં પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને છાતીમાં દુઃખાવાની ફરિયાદ થયા બાદ દિલ્હીની AIIMS હૉસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા હતા.

એ સમયે પણ તેઓ ડૉક્ટર નીતિશ નાયકની દેખરેખમાં હતા. આ પહેલા વર્ષ 2009મા ડૉ. વડાપ્રધાન મનમોહન સિંહની દિલ્હીની AIIMS હૉસ્પિટલમાં એક સફળ કોરોનરી બાઈપાસ સર્જરી કરાવવામાં આવી હતી. ડૉ. મનમોહન સિંહ પહેલી વખતે વર્ષ 1971મા વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકારના રૂપમાં ભારત સરકારમાં સામેલ થયા હતા. ત્યારબાદ તેમણે વર્ષ 1991થી વર્ષ 1996 સુધી ભારતના નાણા મંત્રીના રૂપમાં કાર્ય કર્યું અને વર્ષ 2004મા દેશના 14મા વડાપ્રધાન બન્યા હતા. વર્તમાનમાં તેઓ રાજ્યસભાના સભ્ય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો