1 ઓક્ટોબરથી મીઠાઈના પેકેટ પર ઉત્પાદન અને ઉપયોગની તારીખ લખવી ફરજિયાત, આવું નહીં કરનાર દુકાનદાર વિરુદ્ધ દંડ અને કાર્યવાહી પણ થશે

મીઠાઈની દુકાને હવે ગ્રાહકે મીઠાઈ તાજી છે કે જૂની તે પૂછવું નહીં પડે. કારણ કે હવે તમામ મીઠાઈ વિક્રેતાઓએ મીઠાઈના પેકેટ પર મીઠાઈ ક્યારે બની છે અને ક્યાં સુધી તેનો ઉપયોગ કરી શકાશે તે લખવું ફરજિયાત બનાવાયું છે. આવું નહીં કરનાર દુકાનદાર વિરુદ્ધ દંડ અને દુકાન પર તાળા મારવા સુધીની કાર્યવાહી પણ થઈ શકશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી (FSSI)દ્વારા શુક્રવારે બહાર પડાયેલા આદેશમાં જણાવાયું છે કે 1 ઓક્ટોબરથી આ નિર્ણયનો અમલ ફરજિયાત રહેશે. વારંવાર ખરાબ મીઠાઈ વેચાઈ રહી હોવાની આવતી હતી. આ કારણે આ નિર્ણય લેવાયો છે. મોટા શહેરોમાં મોટા ભાગે પેકેટમાં મીઠાઈ વેચાય છે. પેકેટ પર પણ દુકાનદારે તેના ઉત્પાદન અને વપરાશની તારીખ જણાવવી પડશે.

આ અગાઉ આ આદેશ 1 ઓગસ્ટથી લાગુ થવાનો હતો. પરંતુ મીઠાઈ એસોસીએશને કોરોનાનો હવાલો આપીને તેની તારીખ વધારવાની અપીલ કરી હતી. હવે સરકાર આ દિશામાં આગળ વધવા માંગતી હોવાથી આ આદેશ અપાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો