ગુજરાતમાં હવે લગ્ન માટે પોલીસ પરવાનગી લેવી ફરજિયાત: 50 મહેમાનોના નિયંત્રણમાં લગ્ન યોજવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે, DGPએ કરી જાહેરાત

રાજ્ય સરકારે હાઈકોર્ટના કડક વલણને પગલે કોરોના મહામારીમાં લગ્ન પ્રસંગ યોજવા પર નિયંત્રણ લાદીને આવા પ્રસંગોમાં માત્ર 50 મહેમાનોની જ હાજરી રાખવા નિર્ણય કર્યો હતો. ત્યારે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લગ્ન યોજવા નહીં. એટલું જ નહીં લગ્ન કરવા માટે રાજ્યમાં રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. સોશિયલ સાઈટ્સ પર વીડિયોના માધ્યમથી તેમણે આ જાહેરાત કરી હતી.

લગ્નની નોંધણી કરવી પડશે

આશિષ ભાટિયાએ સોશિયલ સાઈટ્સ ફેસબુક પર વીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, લોકોએલગ્નના કાર્યક્રમની જાણકારી પોલીસને આપવી પડશે. લગ્ન સમારંભમાં 50 થી વધુ લોકો ભેગા ન થાય. 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લગ્ન યોજવા નહીં. એટલું જ નહીં લગ્નની નોંધણી કરવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશન કરેલા સ્થળ પર પોલીસ ચેકિંગ કરશે. નિયમ ભંગ જણાશે તો કરાશે કાર્યવાહી કરશે.

ગુજરાતમાં હવે લગ્ન યોજવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે

લગ્ન માટે રાજ્યમાં નિયંત્રણ લાદવામાં આવ્યું છે. જ્યારે પોલીસે લગ્નની એસઓપી જાહેર કરીને હવે લગ્ન યોજવા માટે નોંધણી ફરજિયાત કરી દીધી છે. આ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ https://www.digitalgujarat.gov.in/ પર જઈ મેરેજ રજિસ્ટ્રેશન કરી ફોર્મ ભરવું પડશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો