ચલણી નોટોથી નાક લૂછીને બોલ્યો- કોરોના બીમારી નથી, અલ્લાહનો શ્રાપ છે, પોલીસે કરી ધરપકડ
કોરોના વાયરસ જીવલેણ છે. વારંવાર લોકોને સચેત કરવામાં આવી રહ્યા છે. દેશભરના લોકો લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. આ દરમિયાન સોશયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક શખસ પાંચસોની નોટોથી નાક લૂછી રહ્યો છે. વ્યક્તિનું કહેવું છે કે, કોરોના વાયરસ અલ્લાહનો અજાબ (શ્રાપ) છે. આ શખસની વિરુદ્ધ કાર્યવાહી કરતા પોલીસે તેને કસ્ટડીમાં લઈ લીધો છે.
ટ્વીટર પર પોસ્ટ થયેલા આ વીડિયોની સાથે લખવામાં આવ્યું છે- આ વ્યક્તિ કોરોના સંક્રમિત હોઈ શકે છે. તે નોટોથી પોતાનું નાક લુછી રહ્યો છે. નાક લુછીને અને થૂંકીને તે નોટોને પણ સંક્રમિત કરી શકે છે. વીડિયોમાં વ્યક્તિ પોતે પણ કંઈક એવો જ ઈશારો કરી રહ્યો છે. મહારાષ્ટ્રના નાસિકમાં રહેતા આ વ્યક્તિ વિરુદ્ધ હવે પોલીસે કાર્યવાહી કરી છે.
Lawful action has been taken against the accuse by Nashik Rural Police (Maharashtra) & he is in Police Custody.@invinciblearti@THEFACTGLOBAL#coronavirus https://t.co/Q6Zzga0HVo
— NASHIK RURAL POLICE (@SPNashikRural) April 2, 2020
વીડિયોમાં આ વ્યક્તિ નોટોથી પોતાનું નાક લુછતા કહી રહ્યો છે, કોરોના જેવી બીમારીની કોઈ સારવાર નથી. આ બીમારી નથી, આ અલ્લાહનો અજાબ છે, તમારા લોકો માટે. આ વીડિયો પર નાસિક ગ્રામીણ પોલીસે ટ્વીટ કરીને કહ્યું, આરોપી વિરુદ્ધ પોલીસે કાયદાકીય કાર્યવાહી કરી છે. હાલ આરોપી કસ્ટડીમાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

