લોકડાઉનમાં આ મજૂર ગુજરાતના વાપીથી 25 દિવસમાં 2800 kmની સફર ખેડી ચાલતા આસામ પહોંચ્યો

આસામના નૌગાંવ જિલ્લાના રહેવાસી 46 વર્ષના જાદવ ગોગોઈ કામની શોધમાં ગુજરાત આવ્યા હતા. તેઓ ગુજરાતના ઔદ્યોગિક નગર વાપીમાં મજૂરીનું કામ કરતા હતા. જ્યારે 25 માર્ચથી લોકડાઉનની જાહેરાત થઈ તો તેમણે પણ કામથી નીકાળવામાં આવ્યા હતા. ત્યારે તેમની પાસે પોતાના ઘરે જવા સિવાય કોઈ અન્ય વિકલ્પ નહોતો.

25 દિવસમાં રાહા વિસ્તારમાં ઘર નજીક પહોંચ્યા:

મીડિયા રિપોર્ટ મુજબ 27 માર્ચે જાદવે વાપીથી ચાલવાનું શરૂ કર્યું હતું. રાસ્તામાં કોઈ તેમને ઇમરજન્સીમાં ચાલી રહેલા વાહનમાં થોડી દૂર સુધી મૂકી જતું તો તેઓ થોડી દૂર સુધી તેમની સાથે મુસાફરી કરી લેતા. આવી રીતે જાદવ 25 દિવસમાં નગાંવ જિલ્લાના રાહા વિસ્તારમાં પોતાના ઘર નજીક પહોંચ્યા હતા. તેઓ રવિવારે રાતે ત્યાં પહોંચ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

રૂપિયા, મોબાઇલ અને અન્ય સામાનની થઈ લૂંટ:

રિપોર્ટ પ્રમાણે જ્યારે વાપીથી જાદવે ચાલવાનું શરૂ કર્યું હતું ત્યારે તેમની જોડે માત્ર 4 હજાર રૂપિયા હતા. રસ્તામાં તેમણે ટ્રક વાળાઓથી મદદ માગી જે દેશમાં જરૂરી સામાનની આપૂર્તિ માટે અવર જવર કરી રહ્યા છે. આ મુસાફરી દરમિયાન તેમની પાસેથી રૂપિયા, મોબાઇલ અને અન્ય સામાન પણ લૂંટી લેવામાં આવ્યો હતો. જ્યારે તેઓ રાહા પહોંચ્યા અને માર્ગ પર સૂતા હતા ત્યારે સ્થાનિક લોકોએ પોલીસને ફોન કરી બોલાવી હતી.

બિહાર, બંગાળ થઈ તેમના ઘર સુધી પહોંચ્યા:

પોલીસને જાદવે જણાવ્યું કે તેઓ ગધારિયા કરૌની ગાંવના રહેવાસી છે અને બિહાર, બંગાળ થઈ તેમના ઘર સુધી પહોંચ્યા છે. તેમણે કહ્યું કે,‘ગુજરાતથી આસામમાં પોતાના ઘરે વાપસી માટે પોલીસ અને સરકારી અધિકારીઓ પાસે મે મદદ માગી પરંતુ તેમણે મને ના પાડી. ત્યારે 27 માર્ચથી મે વાપીથી ચાલવાનું શરૂ કર્યું હતું.’ તેમણે કહ્યું કે લોકડાઉનના કારણે પોતાના ઘરે આવવું તેમની મજબૂરી બની હતી. બિહારથી બંગાળ થઈ આસામના રાહા સુધીની મુસાફરી તેમણે ચાલીને કરી. જોકે હવે પોલીસે તેમને મેડિકલ ચેકઅપ માટે મોકલી 14 દિવસના ક્વોરેન્ટાઈમાં રાખ્યા છે. તેમનો સ્વાસ્થ્ય સારો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો