અમદાવાદમાં મહિલાઓ કેટલી સુરક્ષિત? નરાધમે મહિલાને અપશબ્દો બોલી, માર માર્યો અને કપડાં ફાડી નાંખ્યા

એક તરફ મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ મહિલાઓ સાથે થઈ રહેલા અત્યાચારના અનેક બનાવો સામે આવી રહ્યા છે. શહેરમાં દિવસે દિવસે છેડતી અને દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. છતાં પણ કેટલાક નરાધમો એવા છે કે, હજી પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યાં. શહેરના નિકોલ વિસ્તારમાં વધુ એક છેડતીનો બનાવો સામે આવ્યો છે. મહિલા વિશે અનાબ સનાબ બોલતા મહિલાએ આ બાબતે આરોપી સાથે વાત કરતા નરાધમે મહિલાનો ડ્રેસ ફાડી નાખી ગડદાપાટુનો માર માર્યો. જોકે, મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નથી ને તપાસ શરૂ કરી છે.

નરોડા વિસ્તારમાં રહેતી મહિલાએ પોલીસ ફરિયાદ આપી છે કે, ગઈકાલે સવારે તે પોતાની દુકાન પર હાજર હતી તે દરમિયાન રાયમલ રબારી નામનો યુવક તેમની દુકાનની નજીકમાં આવેલ જવેલર્સના માલિક સાથે મહિલા તરફ ઈશારો કરીને કઈ બોલી રહ્યો હતો.

જેથી મહિલા માલિક સાથે જઈને રાયમલ રબારી શું બોલી રહ્યો હતો તે અંગે પૂછતાં તેણે કહ્યું કે, તે તમારા વિશે અનાબ સનાબ બોલી રહ્યો હતો તેનો શું ભાવ ચાલી રહ્યો છે તેવું પૂછતો હતો.

જેથી મહિલાએ રાયમલ રબારી પાસે જઈને આ બાબતે વાતચીત કરી હતી. જેમાં આરોપી રાયમલ રબારી ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાને બિભત્સ ગાળો બોલી તેનો ડ્રેસ ફાડી નાખી અને તેને ગડદાપાટુનો માર માર્યો હતો.

જેની જાણ એ મહિલાએ પોલીસને કરતા પોલીસે અરજીના આધારે વધુ તપાસ શરૂ કરી હતી. બાદમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હાલમાં સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો