પત્ની અને દીકરીને બચાવવા વ્યક્તિએ દીપડા સાથે બાથ ભીડી, દીપડાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો

પરિવાર પર આફત આવે અને સામે મોત દેખાતું હોય ત્યારે માણસ શું ન કરે? કર્ણાટકમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ અને તેના પરિવાર પર દીપડાએ હુમલો કરી દીધો હતો. જે બાદમાં વ્યક્તિએ દીપડાને પકડી લીધો હતો અને ગળું દબાવીને મારી નાખ્યો હતો. કર્ણાટકના હસન જિલ્લા ખાતે આ બનાવ બન્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે રાજાગોપાલ નાઇક નામનો વ્યક્તિ મોટરસાઇકલ પર સવાર થઈને પોતાના પરિવાર સાથે જઈ રહ્યો હતો. આ દરમિયાન દીપડાએ પાછળથી તેમના પર હુમલો કરી દીધો હતો. પરિવારના સભ્યોને બચાવવા માટે રાજાગોપાલે દીપડા સાથે બાથ ભીડી લીધી હતી અને તેનું ગળું પોતાના હાથ વડે દબાવી દીધું હતું. આ દરમિયાન તેને ઈજા પણ પહોંચી હતી. આ અંગેનો એક વીડિયો પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

દીપડાએ રાજાગોપાલના બાળકના પગમાં બચકું ભરી લીધું હતું અને તેની પત્ની પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રાજાગોપાલે બહાદુરી બતાવતા દીપડાને ગળાથી પકડી લીધો હતો અને તેના માથામાં પ્રહાર કર્યો હતો. રાજાગોપાલ અને દીપડા વચ્ચેની ફાઇટમાં એક સમયે દીપડાએ પકડમાંથી છૂટી જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રાજગોપાલે તેને છોડ્યો ન હતો. રાજાગોપાલે દીપડાનું ગળું એટલું જોરથી પકડી રાખ્યું હતું કે થોડા સમય પછી શ્વાસ ન લઈ શકવાને કારણે તેણે દમ તોડી દીધો હતો.

દીપડા અને રાજાગોપાલ વચ્ચેની લડાઈમાં રાજાગોપાલને ઈજા પહોંચી હતી. તેના ચહેરા અને કપાળના ભાગે દીપડાએ પંજાથી ઈજા પહોંચાડી હતી. જે બાદમાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પરિવારની રક્ષા માટે દીપડાને મારી નાખનાર રાજાગોપાલની પ્રશંસા કરી હતી.

આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે રાજાગોપાલ જમીન પર ઈજાગ્રસ્ત હાલતમાં બેઠો છે. તેની આગળની બાજુમાં દીપડાને મૃતદેહને રાખવામાં આવ્યો છે. લોકો આ વીડિયો વાયરલ કરતાની સાથે સાથે રાજાગોપાલને Drishyam 2 ફિલ્મના એક પાત્ર George Kutty સાથે સરખાવી રહ્યા છે.

હસન ડિવિઝનના ડીસીએફ (Deputy Conservator of Forest) કે.ટી. બસવરાજે ન્યૂઝ એજન્સી આઈએએનએસ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, એક પરિવાર પર હુમલો કર્યા બાદ દીપડાની મારી નાખવામાં આવ્યો હતો. પરિવાર બાઇક પર સવાર થઈને જઈ રહ્યો હતો ત્યારે દીપડાએ તેમના પર હુમલો કરી દીધો હતો.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, “દીપડાએ પાછળથી હુમલો કર્યો હતો જેના કારણે બાઇક નીચે પડી ગયું હતું. જે બાદમાં દીપડાએ મહિલાનો પગ પકડી લીધો હતો. ખતરો જોઈને બાઇક સવાર વ્યક્તિ અને તેની દીકરીએ બૂમાબૂમ કરી મૂકી હતી. જે બાદમાં ગામના લોકો દોડી આવ્યા હતા. આ દરમિયાન દીપડાને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.”

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો