પત્નીથી પરેશાન પતિએ પત્ની અને 3 બાળકોને મારી, પોતે ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક મોટી ઘટના સામે આવી. અહીં પરીક્ષિત ગઢ વિસ્તારના એક યુવકે પહેલા તેના પરિવાર (Murder)ની ગળુ દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ તેણે ખુદ ફાંસી પર લટકી આત્મહત્યા કરી દીધી. પોલીસને માહિતી મળતા તુરંત આવી પહોંચી હતી અને લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. એસએસપીનું કહેવું છે કે, આ મામલો ઘરેલુ કલેશનો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે. તપાસ કરવામાં આવી રહી છે. એસએસપી અજય સાહનીનું કહેવું છે કે, સ્થળ પરથી સુસાઇડ નોટ મળી આવી છે. સ્યુસાઇડ નોટમાં યુવકે લખ્યું છે કે, તે તેની પત્નીથી ખૂબ પરેશાન હતો, તેથી તેણે આ પ્રકારના ગુનાને અંજામ આપ્યો છે.

પરીક્ષિત ગર્ગ વિસ્તારના કાસ્યાવાન 37 વર્ષિય યુવકે તેની પત્ની રીહાન્ના (ઉ – 30), પુત્ર હૈદર (10), પુત્ર અફાન (8) અને પુત્રી આયત (4)ની હત્યા કરી હતી. અને ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાને જોવામાં અને સમજવામાં પ્રથમ દ્રષ્ટીએ આ બાબત ઘર કંકાસ સાથે સંબંધિત છે. પરંતુ પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે.

ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી ત્યારે યુવકની ડેડબોડી લટકતી હતી. તેમજ બાળકો અને પત્નીનો મૃતદેહ નજીકના પલંગ પર પડ્યો હતો. પુત્રી તેની પત્ની સાથે પથારીમાં હતી. બીજી તરફ તેના બંને પુત્રોની લાશ પલંગ પર પડી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ બધાના ગળા પર ફંદા જેવા નિશાન હતા.

ઉલ્લેખનીય છે કે, જલાૌનમાં 5 વર્ષની માસૂમ બાળકી સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ મામલો આતા પોલીસ સ્ટેશન વિસ્તારના સંધી ગામનો છે, જ્યાં એક 5 વર્ષની માસૂમ બાળકીને ઘરની નજીક રમતી વખતે તેનું અપહરણ કરાયું હતું અને ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

પીડિતાના પિતાના જણાવ્યા મુજબ, આ ગેંગરેપની ઘટનામાં ગામના ત્રણ છોકરાઓ સામેલ છે. તેઓનો આક્ષેપ છે કે, પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે અને આ સમગ્ર ઘટનામાં માત્ર બે સગીર છોકરાઓને જ સામેલ કરી રહી છે. બીજી તરફ, ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકીને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી હતી. તેની ગંભીર હાલત જોઈને ડોક્ટરોએ તેમને ઝાંસી મેડિકલ કોલેજમાં રિફર કરી હતી. પોલીસે બે સગીર આરોપીઓ સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો