ઓનલાઇન જમવાનું મંગાવતા લોકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો, ગ્રાહકને થયો કડવો અનુભવ, બે પીઝા કેટલામાં પડ્યા જાણો

રાજ્યભરમાં ઓનલાઇન ખરીદી કરતા લોકો સાથે ઠગાઇના અનેક કેસો સામે આવતા હોય છે, આ સિવાય ઓનલાઇન ફૂડ ડિલિવરીઓમાં પણ લોકો સાથે અનેક ગફલાઓ થતા હોય છે, ત્યારે અમદાવાદમાં ફરીથી એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે. આ અમદાવાદી ગ્રાહકને ઝોમેટોમાંથી મંગાવેલા 2 પીઝા 60 હજારમાં પડ્યા છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના થલતેજના સુરધારા બંગ્લોઝમાં રહેતા અને સાણંદમાં રેસ્ટોરાં ધરાવતા એક વ્યક્તિએ 6 દિવસ પહેલા ઝોમેટોમાંથી બે પીઝા મંગાવ્યા હતાં. જો કે થોડા સમય પછી પીઝા ખરાબ આવેલા હોવાનો અહેસાસ થતા તેઓએ ઝોમેટો હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો. પરંતુ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો.

પરંતુ અચાનક અજાણ્યા વ્યક્તિનો સામેથી કોલ આવ્યો હતો, અને તેને ઝોમેટોમાંથી બોલું છું કહીને વાતો કરી હતી. આ ઘટનામાં ભોગ બનેલા વ્યક્તિએ હેલ્પલાઇનમાંથી બોલતા હોવાનું માની રિફંડ માંગતા એક લિંક મોકલી આપું છું એમાં વિગત ભરી મેસેજ કરો એમ કહેતા તેઓએ વિગત મેસેજ કરી હતી. જેથી તાત્કાલિક 5000 ઉપડી ગયા હતા.

ત્યારબાદ બે દિવસ પહેલા અજાણી વ્યક્તિએ ફોન કરી અને તમારા ડેબિટ થયેલા પાછા મેળવવા માટે હું તમને એક મેસેજ મોકલું એ ત્રણ વખત મને મોકલો તેમ કહ્યુ હતું. ત્રણ વખત મેસેજ મોકલતા 6 ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. 60,885 ઉપડી ગયા હતા.

આ ઘટનામાં ભોગ બનનાર યુવકને કંઇ સમજાતું નહોતું, તેની સાથે શું થઇ રહ્યું છે. તે ભોળપણમાં આવીને તેણે સામેવાળી વ્યક્તિના કહ્યા પ્રમાણે કરતા તેને છેતરાયા હોવાનો ખ્યાલ આવ્યો હતો. ત્યારબાદ તેણે વસ્ત્રાપુર પોલીસમાં જઇને પોતાની સાથે બનેલી ઘટના વિશે જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો