‘મારા મોત માટે પત્ની અને સાળો જવાબદાર, દિલ પર પથ્થર મૂકી મેં દારૂ સાથે દવા પીધી છે’, સુસાઇડ નોટ લખી સુરતમાં યુવકનો આપઘાત

સુરતમાં પારિવારિક ઝઘડામાં પત્ની અને બાળકો લગનમાં વતન ગયા ત્યારે યુવાને સંબંધીને ફોન કરી મારી ટિકિટ આવી ગઈ છે અને વિઝા પણ જેને લઈને હું આપઘાત કરું છું. જોકે મારી આપઘાત પાછળ મારી પત્ની અને મારો સાળો જવાબદાર છે તેમ કહીને સુસાઇટ નોટ (suicide note) લખીને આપઘાત કર્યો હતો. જોકે આ યુવાને આપઘાત પહેલા સંબધીને કરેલ ફોનું રેકોર્ડીંગ પણ સામે આવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે

સુરત ના સચિન ખાતે આવેલ જિયાવ રોડ પરની આવશે વાસુદેવ સોસાયટીમાં રહેતા અને ડાઇવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા શ્રણવલાલ મફતભાઈ ચૌહાણ છેલ્લા કેટલાક સમયથી પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો દોઢ વર્ષથી પત્નીથી અલગ રહેતા યુવકે 17મી ફેબ્રુઆરીના રોજ પત્ની બે બાળકો સાથે બનાસકાંઠા પાલનપુર લગ્નમાં ગયા હતા.

આ સમયે યુવાને પોતાના ઘરમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને સંબધીને ફોન કરી મારી ટીકીટ આવી ગઈ, વિઝા આવી ગયા છે, મેં સ્પીડ નામની દવા પી લીધી છે, મેં સુસાઇડ નોટ જમણા પગે બાંધી છે, મેં જ્યા જ્યાં ગયો હતો એ તમામ વિગતો પાકિટમાં છે.

તમે પોલીસ કમિશનરને મળી પત્ની અને સાળો રમેશને કડક સજા મળે એવી રજૂઆત કરી મારી આત્માને શાંતિ મળે એમ કરજો. મારે દવા નહોતી પીવી પણ દિલ પર પથ્થર મૂકી મેં દારૂ સાથે દવા પીધી છે. મારા અંગોનું દાન કરી દેજો, મારા જમણા પગમાં લાલ કલરના રબર સાથે મેં સુસાઇડ નોટ બાંધી છે.

જોએક આગતનાની જાણકારી પાડોસીને મળતા તાતકાલિક આ યુવાને 108ની મદદ થી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ યુવાનું મોત થયું હતું જોકે આ યુવાનના મોત બાદ તેને તેના સંબંધી સાથે આપઘાત મામલે જે વાત કરી હતી તેનું રેકોડિઁગ સામે આવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ સચિન GIDC પોલીસ શરુ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો