ક્વૉરન્ટીન સેન્ટર માટે મુશ્કેલી બન્યો આ યુવક, 40 રોટલી અને 10 પ્લેટ ભાત તો એકલો જ પતાવી નાંખે છે

બિહારના બક્સર જિલ્લાનું એક ક્વોરન્ટિન સેન્ટર આજકાલ ચર્ચામાં છે કારણકે ત્યાં એક વ્યક્તિ એક વખતમાં 10 વ્યક્તિનું ભોજન જમે છે. આ ક્વોરન્ટિન સેન્ટરના સંચાલકોએ જણાવ્યું કે અનૂપ ઓઝા નામનો આ વ્યક્તિ એક વખતમાં 8થી 10 પ્લેટ ભાત અને 35થી 40 નંગ રોટલીઓ જમે છે. સાથે જ ભરપૂર પ્રમાણમાં શાક અને દાળ પણ જમે છે. આ વ્યક્તિનું નામ અનૂપ ઓઝા છે અને તેને જોઈને એવું લાગતુ જ નથી કે તેનો આટલો વધુ પ્રમાણમાં ખોરાક હશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
10 પ્લેટ ભાત અને 40 રોટલીનો ખોરાક

બિહારના બક્સર જિલ્લામાં આવેલા આ ક્વોરન્ટિન સેન્ટરના સંચાલકોના જણાવ્યા મુજબ આ વ્યક્તિનું વજન 70 કિલોગ્રામની આસપાસ છે. તેના ભોજનના કારણે હવે આ ક્વોરન્ટિન સેન્ટરના સંચાલકોની સમસ્યામાં વધારો થયો છે. આ ક્વોરન્ટિન સેન્ટરમાં કુલ 87 લોકોને ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે પણ આ અનૂપના ખોરાકને ધ્યાનમાં રાખતા દરરોજ 100 લોકોનું ભોજન તૈયાર કરવામાં આવે છે.

જમવાનું બનાવતા લોકો પરેશાન

ક્વોરન્ટિન સેન્ટરમાં રોકાયેલા આ અનૂપ ઓઝા નામના યુવકની ઉંમર 21 વર્ષ છે અને તે એક જ વખતમાં 35 રોટલીઓ જમે છે જેના કારણે રોટલી બનાવતા લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ યુવક 10 પ્લેટ ભાત જમે છે અને 80 કરતા વધારે લિટ્ટી (બિહારની એક ખાસ વાનગી) જમે છે. જ્યારે આ ક્વોરન્ટિન સેન્ટરમાં ત્રણ-ચાર દિવસ પહેલા લિટ્ટી-ચોખા નામની વાનગી તૈયાર કરવામાં આવી હતી તો આ યુવાન એકલા હાથે જ તે 80 કરતા વધુ નંગ ખાઈ ગયો હતો.

યુવાનના કારણે ક્વોરન્ટાઈન સેન્ટર ચર્ચામાં

આ યુવક બિહારના બક્સર જિલ્લાના એક ગામનો રહેવાસી છે. તે અઠવાડિયા પહેલા રાજસ્થાનથી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં બિહાર પરત આવ્યો હતો. ત્યારબાદ તેની મેડિકલ તપાસ કરીને તેને 14 દિવસ માટે ક્વોરન્ટાઈન સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો