પેટનો ખાડો ભરતા આ વ્યક્તિનો વીડિયો જોઇ તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. હાય રે… ભૂખ!

દિલ્હી સાંપ્રદાયિક હિંસા અને સંસદીય કાર્યવાહીની ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ રેલના પાટા પર પડી રહેલ અનાજ ખાઇ રહ્યો છે. લગભગ અડધી મિનિટના આ વીડિયોમાં એક વ્યક્તિ નિકર અને શર્ટ પહેરી પાટા વચ્ચે બેસી ફેંકવામાં આવેલ ખાવાનું ખાઇ રહ્યો છે. વીડિયોમાં વ્યક્તિની આસપાસ ખુબ જ ગંદકી પણ નજર આવી રહી છે. પરંતુ તે આ તમામ વસ્તુથી અલગ પોતાનું પેટ ભરી રહ્યો છે. જોકે આ વીડિયો દેશના ક્યાં ભાગનો છે તે વિશે કોઇ જાણકારી મળી શકી નથી.

આ વ્યક્તિની વીડિયો વાયરલ થયા બાદ ટ્વીટર યૂઝર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. નીલેશ જૈન નામના એક વ્યક્તિએ લખ્યું,’મને આશા છે કે, વીડિયો ઉતારનાર વ્યક્તિએ ગરીબ માણસ માટે કંઇ ભોજનની વ્યવસ્થા કરી હશે.’

આ પ્રકારે જ ઉમ ફારૂખ લખે છે,’ અને તેઓ કહે છે કે, 2024 સુધી દેશની અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડૉલર હશે.’ યશવંત સિંહ લખે છે,’એક રાષ્ટ્ર તરીકે અમે ફેલ થઇ ગયા. ભાજપા, કોંગ્રેસ અને તમામ રાજનૈતિક પાર્ટીઓને ધન્યવાદ.’

તમને જણાવી દઇએ કે, તાજેતરના દિવસોમા દિલ્હી હિંસાનો મુદ્દો સોશિયલ મીડિયામાં છવાયેલો હતો. આ હિંસામાં અત્યાર સુધીમાં 46 લોકોના મોત થઇ ચૂક્યા છે. જયારે સેંકડો લોકો ઇજાગ્રસ્ત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો