લોકડાઉનમાં બીમાર માતાને મળવા મુંબઈથી 1,400 કિલોમીટર સાઇકલ ચલાવીને ઘરે પહોંચ્યો આ યુવાન

એક વ્યક્તિ આશરે ત્રણ મહિના પહેલા મુંબઈ (Mumbai)માં એક ફિલ્મ માટે ઑડિશન (Movie Audition) આપવા માટે ગયો હતો. પરંતુ કોરોનાને કારણે લૉકડાઉન (Lockdown) લાગતા તે મુંબઈમાં ફસાયો હતો. જે બાદમાં ઘરેથી ફોન આવ્યો કે માતા ગંભીર રીતે બીમાર છે. અનેક પ્રયાસ છતાં ઘરે પરત ફરવા માટે કોઈ બંદોબસ્ત ન થઈ શક્યો. જે બાદમાં OLX પરથી જૂની સાઇકલ ખરીદીને તેની પર જ માતાને મળવા માટે નીકળી પડ્યો. રસ્તામાં અનેક મુશ્કેલી આવી માતાને મળવાની તીવ્ર ઈચ્છાથી તે આગળ વધતો ગયો. આખરે અનેક મુશ્કેલીને પાર કરીને 1400 કિલોમીટર સાઇકલ ચલાવીને 16 દિવસ પછી દાદરી પહોંચ્યો. આ કહાની સંજય રામફલની છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

ચરખી દાદરી નિવાસી સંજય રામફલ મુંબઈથી ચરખી દાદરી સુધી સાઇકલ લઈને પહોંચ્યો હતો. દાદરી આવતા જ તેણે સિવિલ હૉસ્પિટલ ખાતે પોતાનો રિપોર્ટ કરાવ્યો હતો. આ દરમિયાન ડૉક્ટરોએ તેને 14 દિવસ સુધી હોમ ક્વૉરન્ટીન રહેવાની સલાહ આપી હતી. હૉસ્પિટલથી સંજય ઘરે પહોંચ્યો હતો અને માતા સાથે મુલાકાત કરી હતી.

સંજયે જણાવ્યું કે ત્રણ મહિના પહેલા એક મોટા બજેટની ફિલ્મ માટે ઑડિશન આપવા માટે તે મુંબઈ ગયો હતો. ફાઇનલ ઑડિશન થયા બાદ તે ઘરે પરત ફરવાનો હતો, પરંતુ આ જ સમયે લૉકડાઉન લાગૂ થઈ ગયું હતું. આથી ઘણી જ પરેશાની થઈ હતી. બીજી તરફ ઘરેથી ફોન આવ્યો કે માતા બીમાર છે. આ જ સમયે માતાને મળવા માટે ઘરે જવાનું મનોમન નક્કી કરી લીધું હતું.

OLX પર જૂની સાઇકલ ખરીદી

સંજય રામફલે કહ્યું કે લૉકડાઉનને કારણે બજાર બંધ હતા. આથી ઓએલએક્સના માધ્યમથી તેણે મુંબઈમાં જ એક જૂની સાઇકલ ખરીદી હતી. તેણે 11મી એપ્રિલના રોજ મુંબઈથી દાદરી સુધીની યાત્રા શરૂ કરી હતી. આશરે 1,400 કિલોમીટરની મુસાફરી કરીને 16માં દિવસે તે દાદરી પહોંચ્યો હતો.

રસ્તામાં અનેક પરેશાની આવી

સંજયે જણાવ્યું કે દરરોજ તે 80 થી 90 કિલોમીટર જેટલી સાઇકલ ચલાવતો હતો. આ દરમિયાન પોલીસ ચોકી ઉપરાંત અનેક કાચા રસ્તા પરથી પસાર થવું પડ્યું હતું. રસ્તામાં તેની સાઇકલ પણ બગડી હતી, જે બાદમાં બીજી જૂની સાઇકલ ખરીદીને દાદરી પહોંચ્યો હતો. સંજયે જણાવ્યું કે ઘરે પહોંચતા જ પરિવારના સભ્યો ખુશ થઈ ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો