અમદાવાદમાં માથાભારે શખ્સે પોલીસ સાથે બોલાચાલી થતા પોલીસને આપી ધમકી, “તારું પૂરું કરી નાખીશ”
અમદાવાદ શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે કાગડાપીઠ વિસ્તારમાં આવેલા ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પર હાજર એક શખ્શે પોલીસને ધમકી આપી હતી. પોલીસને ધમકાવતા કહ્યું હતું કે, તને પૂરો કરી નાખીશ. આ શખસ અગાઉ પણ વિવાદમાં આવ્યો હતો અને તેને એસટી બસ સ્ટેન્ડના સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારી કરી હતી. પોલીસે એક ફરિયાદ બાદ બીજી ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે.
શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ કાળુભાઈએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે, ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં દિવાળી તથા નવા વર્ષના તહેવાર નિમિત્તે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એક શખ્સ કે, જે અગાઉ પણ બસ સ્ટેન્ડના સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી ઝઘડો કરતો હતો તેણે પોલીસ સાથે બબાલ કરી છે. પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ કે એ જાડેજા તથા તેમની ટીમ આ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ભાવેશ ઉર્ફે મંગોની અટકાયત કરી હતી. ત્યારે ભાવેશે ઉશ્કેરાઇને પોલીસ સાથે ગાળાગાળી કરી હતી.
બાદમાં તેને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારે ત્યાં ફરજ બજાવતા પી.એસ.આઇનું નામ બોલી તેઓને પણ ગાળો ભાંડી હતી. બાદમાં પોલીસને આ શખશે ધમકી આપી કે “પહેલા તું મને સેન્ટ્રલ જેલ મૂકવા આવ્યો હતો, હું તને રસ્તામાં ક્યાંય મળ્યો તો તારું પૂરું કરી દઈશ”. આ પ્રકારની ધમકી આપતા પોલીસે તેને દબોચ્યો હતો.
પરંતુ બાદમાં પોલીસના કપડાં પકડી શર્ટના બટન તોડી નાખી પોલીસને ફેંટો મારી ધક્કો મારી દીધો હતો. જેથી પોલીસે આ શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આરોપી સામે અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે વધુ એક ગુનો નોંધી પોલીસે આરોપી ભાવેશની ધરપકડ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

