બનાસકાંઠામાં રમતની લતમાં ગયો જીવ: લુડો ગેમ રમવામાં 10 લાખનું દેવું થયું, 6 લોકોએ પઠાણી ઉઘરાણી કરતા યુવાને કર્યો આપઘાત

બનાસકાંઠામાં લુડો ગેમ રમતાં રૂપિયા 10 લાખનું દેવું થઈ જતા એક યુવકે કેનાલમાં પડી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં નાણાંની કડક ઉઘરાણીથી ત્રાસી યુવકે આપઘાત કર્યો હોવાની ફરિયાદ થતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાંથી ગઈકાલે એક યુવકની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને નગરપાલિકાની ટીમે તરવૈયા સુલતાન મીરની મદદથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. તપાસ કરતા મૃતદેહની તલાસી લેતાં ખિસ્સામાંથી એક મોબાઈલ તેમજ 500ના દરની 7 નોટ મળી આવી હતી. તેમજ મૃતક ભાભરના અંબેશ્વર સોસાયટીમાં રહેતો 23 વર્ષીય યુવક પિયુષભાઈ અરવિંદભાઈ ઠક્કર હોવાનું જાણવા મળ્યું હતુ.

પોલીસે મૃતદેહ થરાદ રેફરલ હોસ્પિટલમાં પી. એમ. અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી. જે દરમ્યાન મૃતક પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં મૃતકના મોટાભાઇ સંજયભાઇ ઠક્કરે આક્ષેપો કરતાં જણાવ્યુ કે, શાકભાજી વેચીને મારો ભાઇ પરિવારને મદદ કરતો હતો. છેલ્લા અઢી મહિનાથી લુડો ગેમના સટ્ટામાં રૂ.10 લાખનું દેવું થઇ ગયું હતુ. જેમાં 4 લાખ તો ચૂકવી દીધા હતા. બાકીના નાણાં માટે ભાભરના 5 અને પાટણનો 1 શખ્સ મારા ભાઇ પાસે કડક ઉઘરાણી કરતાં હતા. જેમના ત્રાસના કારણે તેણે કેનાલમાં પડી આપઘાત કર્યો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.

વધુમાં તેમણે જણાવ્યું કે, તેના ભાઈની હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દીધી છે. જ્યાં સુધી આ શખ્સો સામે ગૂનો નહી નોંધાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વિકારવાની ચીમકી ઉચ્ચારી હતી

એક તરફ યુવકની લાશ મળતા તેના પરિવાર જનો આત્મહત્યા માટે મજબૂર કરનાર 6 શખ્સો સામે ગુનો નહીં નોંધાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે ત્યારે બીજી તરફ પોલીસે આ પરિવારોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. જોકે, મૃતકના પરિવારજનો ૨૪ કલાક બાદ પણ હજુ સુધી લાશ સ્વીકારવા તૈયાર નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો