અમદાવાદમાં જશોદાનગર બ્રિજ પર લાગેલા જાહેરાતના હોર્ડિંગ્સે લીધો બાઈકચાલકનો ભોગ, બ્રિજ પર લાગેલું હોર્ડિંગ ઉડીને બાઇક પર આવતા બાઇક સ્લીપ થઈ ગયું

શહેરમાં ગેરકાયદેસર લાગેલા જાહેરાતના હોર્ડિગ્સ અને બોર્ડ તમારો જીવ લઈ શકે છે. જશોદાનગર બ્રિજ પર લાગેલા હોર્ડિંગના કારણે જશોદાનગરમાં રહેતા એક વ્યક્તિનુ મોત થયું છે. પુત્રને મૂકીને પિતા બાઇક પર ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે બ્રિજ પર લાગેલું હોર્ડિંગ ઉડીને બાઇક પર આવતા બાઇક સ્લીપ થઈ ગયું હતું અને બાઇકચાલક પિતાને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ગઈકાલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બ્રિજની વચ્ચે જ લાગેલા હોર્ડિગ્સના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

4 દિવસની સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાં મોત

જશોદાનગર ચોકડી પાસે આવેલા સત્યમ પાર્કમાં રહેતા દીપકભાઈ મોદી (ઉમર વર્ષ-53) રવિવારે સવારે તેમના પુત્ર ધવલને બાઇક પર અમરાઇવાડી મૂકવા ગયા હતા. ઘરે પરત આવતી વખતે બ્રિજ પર વચ્ચેના ભાગે પહોંચતા ત્યાં લગાવેલું હોર્ડિંગ ઉડીને દીપકભાઇ પર આવ્યું હતું. જેથી દીપકભાઈએ સંતુલન ગુમાવતા તેઓ બાઇક પરથી નીચે પટકાયા હતા. તેઓને શરીરના અનેક ભાગે ઈજાઓ થતા બેભાન થઈ ગયા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં 4 દિવસની સારવાર બાદ તેમનું ગઈકાલે બપોરે મોત નીપજ્યું હતું.

AMC અને પોલીસ તપાસ કરશે કે કેમ?

શહેરના અનેક બ્રિજો, થાંભલાઓ તેમજ સરકારી માલ મિલકતો પર આવા અનેક ગેરકાયદેસર જાહેરાતના હોર્ડિંગ્સ અને બોર્ડ લાગેલા છે. આવા ગેરકાયદેસ હોર્ડિંગ્સ અને બોર્ડ લોકો માટે જોખમી હોવા છતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ આવા ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરતી નથી. જશોદાનગર બ્રિજ પર બનેલી ઘટનામાં જાહેરાતનું બોર્ડ કોનું હતું અને કાયદેસર હતું કે ગેરકાયદેસર તેની તપાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પોલીસ કરશે કે કેમ? જો ગેરકાયદેસર હોર્ડિંગ્સ હોય તો ગુનો નોંધવામાં આવશે કે નહીં તેના પર સવાલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો