ધરમોડા ગામના માલધારીએ રૂ.11.11 લાખમાં બન્ની ઓલાદની ભેંસ સુરતના વેપારીને વેચી

પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા ધરમોડા ગામના માલધારીએ ઉત્તર ગુજરાતમાં ભેંસની કિંમતમાં સહુથી વધુ મોંઘી રૂ.11.11 લાખમાં સુરતના વેપારીને વેચાણ કરી હતી. આવી મોંઘી ભેંસ પહેલી છે અગાઉ બનાસકાંઠામાં રૂ. 3 લાખની ભેંસ વેચાણ થઇ હતી તેવું પશુપાલકોએ જણાવ્યું હતું. ચાણસ્મા તાલુકાના ધરમોડાગામે રહેતા વાઘુભાઇ વેલાભાઇ દેસાઇ પશુપાલન વ્યવસાય સાથે સંકાળાયેલા છે. તેમણે બન્ની ઓલાદની ભેંસ ઘરના આંગણે ઉછેરી હતી.

કાળા રંગની ભેંસની ઉંચાઇ 5.5 ફુટની લંબાઇ 9 ફુટ અને નાગોરી સીંગડા છે. આ ભેંસે સવાર સાંજનુ મળીને 25 લીટર દૂધ આપે છે તેને ખરીદ કરવા સારૂ સુરતના વેપારી કાળુભાઇ રામજીભાઇ રબારી શનિવારે ધરમોડા આવ્યા હતા તેઓએ આ ભેંસને રૂ.11,11,111 કિંમત વેચાણ માંગણી કરી હતી. જે માંગણી વાઘુભાઇ દેસાઇ સ્વીકારી વેચાણ પેટે સુરતના વેપારી આપી હતી તેવું ભેસનું લાલન પાલન કરનાર લાભુભાઇ વાઘુભાઇ દેસાઇ જણાવ્યુ હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close