શું તમે જાણો છો સાબુદાણા કોઈ અનાજ નથી, આ વસ્તુઓથી બને છે સાબુદાણા,

સાબુદાણા એક એવી ફળાહારી વસ્તુ છે જેને તમે રોજબરોજ ખાઓ છો પણ શું તમે જાણો છો સાબુદાણા કોઈ અનાજ નથી તેને એક ખાસ પ્રકારથી બનાવવામાં આવે છે. આપણે સાબુદાણાની ખીચડી, ખીર, વડા, ચેવડો, પાપડ, વેફર તરીકે ઉપયોગ કરીએ છીએ.

સાબુદાણાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે અને આ જ કારણે તેંનો વધારે પડતો ફરાળ હોય ત્યારે ઉપયોગ કરવામાં આવે છે. ભારતીય લોકો સાબુદાણાનો ઉપયોગ 40ના દશકથી ફરાળમાં કરતા રહ્યા છે. તમે જાણો છો સાબુદાણા કઈ વસ્તુઓથી બને છે? તેને બનાવવાની શું પ્રક્રિયા છે.

સાબુદાણા કઈ રીતે બને છે ખબર છે તમને?

સાબુદાણા એટલેકે (sago) કોઈ અનાજથી બનતા નથી, પણ તે સાગો પામ નામના જાડના ગરથી બને છે. સાગો તાડની જેવું જ એક ઝાડ છે. આ ઝાડ મુળતો પૂર્વીય આફ્રિકાનું ઝાડ છે. આ ઝાડના વચ્ચેના ગરને પીસીને પાવડર બનાવવામાં આવે છે ત્યારબાદ આ પાવડરને ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ જે દાણાઓ બને છે તે સાબુદાણા કહેવાય છે.

સાબુદાણા બનાવવા માટે કાચો માલ ટેપિઓકા રૂટ જેને આંતરરાષ્ટ્રીય સ્તર પર કસાવાના રૂપે જાણીતો છે. કસાવા સ્ટાર્ચ ટેપિઓકા કહેવામાં આવે છે. ભારતમાં સાબુદાણા ટેપિઓકા સ્ટાર્ચથી બનાવવામાં આવે છે. Tapioca સ્ટાર્ચને કસાવા નામના કંદથી બનાવવામાં આવે છે જેને મોટા મોટા વાસણમાં આઠ દસ દિવસ રાખવામાં આવે છે રોજ તેમાં પાણી નાંખવામાં આવે છે.

આ પ્રક્રિયાને 4-6 મહીના સુધી કરવામાં આવે છે. ત્યારબાદ ગરને કાઢીને મશીનમાં નાંખવામાં આવે છે. જેને સુકવીને ગ્લુકોઝ અને સ્ટાર્ચથી બનેલા પાવડરને પોલિશ કરવામાં આવે છે અને આ રીતે સફેદ મોતી જેવા દેખાતા સાબુદાણા પ્રાપ્ત થાય છે. કસાવા મુળ રીતે બ્રાઝીલ અને આસપાસના દેશોનું ઝાડ છે.

જો કે કેટલાક લોકો માને છે કે સાબુદાણા બનાવવાની પ્રક્રિયા ખુબજ ગંદી છે. આને પગથી ખુંદીને તૈયાર કરવામાં આવે છે. જો કે આ એક માન્યતા છે જેને હવેતો મશીનોની મદદથી તૈયાર કરવામાં આવે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો