ઘરે બનાવીને રોજ ખાઓ આ 1 અક્સિર ચૂર્ણ, વારંવાર પેટમાં ગેસ થવો અને કબજિયાતની સમસ્યાને કાયમ માટે કરી દેશે દૂર

અત્યારે મોટી ઉંમરના લોકો હોય કે પછી યુવાનો હોય બધાંને પેટની કોઈને કોઈ સમસ્યા થઈ રહી છે. જેમાં ગેસ, કબજિયાત, અપચો, પેટમાં ભારેપણું લાગવું, રોજ પેટ સાફ ન થવું કોમન છે. આ તમારી પાચનક્રિયા ખરાબ છે એવું દર્શાવે છે. હવે આ બધી સમસ્યાઓમાં દવા તો લેવાય નહીં, જેથી અમે તમને એવું ચમત્કારી ચૂર્ણ જણાવીશું, જેને રોજ ખાઈ લેવાથી આ તમામ સમસ્યાઓ ખતમ થઈ જશે.

સામગ્રી

  • 20 ગ્રામ સૂંઠ
  • 40 ગ્રામ આખા ધાણા
  • 20 ગ્રામ સંચળ
  • 20 ગ્રામ સિંધાલૂણ મીઠું
  • 200 ગ્રામ સાકર
  • 20 ગ્રામ લીંબુનો અર્ક
  • 20 ગ્રામ આમળા પાઉડર
  • 15 ગ્રામ જીરું
  • 15 ગ્રામ અજમો

સેવનની વિધિ

પાચનતંત્રને ઠીક રાખવા માટે બનાવેલો આ ચૂર્ણનું સેવન તમે પેટની કોઈપણ સમસ્યા માટે કરી શકો છો. જો તમને ગેસ અને કબજિયાત હોય તો રોજ ખાવાના 15-20 મિનિટ બાદ એક ચમચી નવશેકા પાણી સાથે લઈ લો. પાચનતંત્ર એક્ટિવ કરવા અને મેટાબોલિઝ્મ બૂસ્ટ કરવા માટે પણ આ મદદ કરશે.

આ રીતે બનાવો

સૌથી પહેલાં જીરું, અજમો અને ધાણાં ને અલગ-અલગ શેકી લો. પછી આ ત્રણેયને સાથે પીસી લો. પછી સૂંઠ અને આમળા જો આખા હોય તો પીસી લો. સાકર પણ પીસી લો. હવે બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લો. તમારું ચૂર્ણ તૈયાર છે. આ ચૂર્ણને કાંચ અથવા એર ટાઈટ બરણીમાં ભરી લો. આ ચૂર્ણમાં ભરપૂર હર્બ્સ હોય છે. જે તમારા માટે બહુ જ ફાયદાકારક છે. આ ચૂર્ણના નિમમિત સેવનથી રોગો સામે લડવાની તાકાત પણ વધે છે. આવું મેટાબોલિઝ્મ બૂસ્ટ થવાને કારણે પણ થાય છે. આ ચૂર્ણ બોડીમાં એન્ટીબોડીના પ્રોડક્શનને પણ વધારે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો