સરગવાનાં પાંદડાંમાં લોટ અને હળદર ઉમેરીને બનાવો પરોઠાં, સરગવાનાં પાંદડા ઈમ્યુનિટી વધારે છે અને હાડકાંને કરે છે મજબૂત

વડાપ્રધાનના ફિટ ઈન્ડિયા મૂવમેન્ટને એક વર્ષ પૂરું થયું થવા પર ઘણી હસ્તિઓએ ફિટનેસને સંબંધિત વાત કરી હતી. આ દરમિયાન મોદી કહ્યું હતું કે, તેઓ ફિટ રહેવા માટે સપ્તાહમાં એક અથવા બે વખત સરગવાનાં પાંદડાંનાં પરોઠા ખાય છે.

સરગવાને ડ્રમસ્ટિક્સ પણ કહેવામાં આવે છે. ઘણી બીમારીઓમાં તેના ઝાડના પાંદડાં, છાલ, ફૂલો, બીજ અને મૂળનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પાંદડાંથી થતા ફાયદા જોઈને ઘણા લોકો તેના પાંદડામાંથી બનાવેલી ટેબલેટ પણ ખાય છે.

મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ચીફ ડાયેટીશિયન ડૉ. રશિકા અશરફ અલીના જણાવ્યા પ્રમાણે, સરગવાનાં પાંદડાંમાંથી બનાવેલા પરોઠાંમાં ક્લોરોજેનિક એસિડ અને ફાઈબર હોય છે જે વજન ઓછું કરવામાં મદદ કરે છે. તેમાં એન્ટિ કેન્સર અને એન્ટિ-ટ્યુમર ગુણધર્મો હોય છે. આ પાંદડામાં એન્ટિ ડાયાબિટીક ગુણધર્મો છે જે સુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદગાર છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને ફોસ્ફરસ હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે એનિમિયાની સારવારમાં પણ અસરકારક છે. ઈમ્યુનિટી વધારવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. જો તમે વજન ઓછું કરવા માગતા હોય તો આ પરોઠાંને બનાવતી વખતે ઘીનો ઉપયોગ ઓછો કરવો.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદના એસોસિએટ પ્રોફસર ડો. સી.આર યાદવ આયુર્વેદમાં સરગવાનાં પાંદડાંનાં ફાયદા જણાવી રહ્યા છેઃ આ પાંદડાંનો ઉકાળો સંધિવા, સાયટીકા અને ડાયજેશન સુધારવામાં મદદ કરે છે. મચકોડ આવે ત્યારે સરગવાનાં પાંદડાંનો લેપ બનાવીને તેમાં થોડું સરસવનું તેલ નાખી ધીમે તાપે ગરમ કરો. તેને મચકોડ પર લગાવવાથી ફાયદો થાય છે. સરગવાના પાંદડાંનો રસ બાળકોને પેટના કૃમિ (કીડા) નીકાળવામાં અને ડિહાઈડ્રેશનની સારવારમાં મદદ કરે છે. સરગવાનાં પાંદડાંનો લેપ ઘા કે સોજા પર લગાવવાથી સોજો મટી જાય છે.

સરગવાનાં પાંદડાંના પરોઠાં બનાવવાની રીતઃ

સામગ્રી :

  • ઘઉંનો લોટ – 2 કપ
  • સરગવાનાં પાંદડાં – 1 કપ
  • હળદર – 1/2 ચમચી
  • જીરું – 1/2 ચમચી
  • લાલ મરચું પાઉડર – 1/2 ચમચી
  • ઘી – 1 ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ

બનાવવાની રીતઃ

  • સરગવાનાં પાંદડાંને ધોઈને ચાળણીમાંથી કાઢી લો. થોડા સમય બાદ તેને સમારી લો.
  • એક મોટા વાસણમાં લોટ ચાળી લો. તેમાં જીરું, તેલ, હળદર, મરચું, અને સરગવાનાં પાંદડાં નાખીને પાણીથી નરમ લોટ બાંધો
  • ગેસ પર તવી ગરમ કરો. હવે હથેળીથી નાનાં નાનાં લુઆ બનાવી પાતળા પરોઠાં વણી લો. તેના પર ઘી લગાવીને બંને તરફ શેકો.
  • પરોઠાંને દહીં, અથાણું, અથવા શાકભાજી સાથે સર્વ કરો

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો