વધેલી રોટલીમાંથી બનાવો બજાર જેવી પાણીપુરીની પુરી, બનશે એકદમ ક્રિસ્પી પુરી, જાણો બનાવવાની સરળ રીત

આજકાલ યુવાનો અને યુવતીઓમાં પાણીપુરી હોટ ફેવરિટ છે. બીજી બાજુ ઘરમાં દરરોજ રોટલી તો બનતી જ હશે, પરંતુ આપણે વધેલી રોટલીને ફેંકી કે કોઈને આપી દેતા હોય છે, પરંતુ હવે એવું કરવાની જરૂર નથી. હવે તમે બચેલી રોટલીમાંથી પાણીપુરીની પુરી જાતે ઘરે બનાવી શકો છો. તો ફટાફટ નોંધી લો તેની સંપૂર્ણ રીત…

વધેલી રોટલીમાંથી પાણીપૂરીની પૂરી બનાવવા માટે જોઈતી સામગ્રી:-

  • – ત્રણ વાસી રોટલી,
  • – ત્રણ ચમચી રવો,
  • – મીઠું સ્વાદ અનુસાર,
  • – અડધી ચમચી ખાવાના સોડા,
  • – એક ચમચી તેલ,
  • – ગરમ પાણી જરૂરીયાત મૂજબ,
  • – તેલ તળવા માટે

વધેલી રોટલીમાંથી પાણીપૂરીની પૂરી બનાવવાની રીત:-

– સૌથી પહેલા બધી રોટલી સેંકી લો. રોટલી પેન પર કપડાની મદદથી દબાવીને એકદમ કડક શેકી લેવાની છે. ગેસનો તાપ ધીમો રાખવાનો છે.

– રોટલી શેકાઈ ગયા બાદ તેના કટકા કરી લો. હવે રોટલીના કટકા મીક્ષ્યરમાં નાખી દો અને તેમાં રવો, મીઠું અને ખાવાના સોડા ઉમેરી દો.

– હવે બધું પીસીને તેનો પાવડર બનાવી લો. હવે તે પીસાઈ જાય ત્યાર બાદ તેને આંક વડે ચાળી લો. (તમને લોટનો કલર વધારે બ્રાઉન લાગે તો તમે એક ચમચી મેંદાનો લોટ પણ નાખી શકો છો.)

– હવે તે બરાબર તૈયાર છે લોટ બાંધવા માટે. લોટ બાંધવા માટે સૌથી પહેલા તેમાં એક ચમચી તેલ નાખી દો અને તેલને લોટમાં બરાબર હલાવીને મિક્સ કરી દો.

– હવે જરૂરીયાત મૂજબ થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને લોટ બાંધી લો. મિત્રો લોટ થોડો કઠણ રાખવાનો છે. લોટ બંધાઈ જાય ત્યાર બાદ તેને દસ મિનીટ સુધી રાખી મૂકો.

– હવે તમારો લોટ બહુ કઠણ પણ નહિ અને બહુ ઢીલો પણ નહિ તેવો માધ્યમ થઇ જશે તે પૂરી બનાવવા માટેનો પરફેક્ટ લોટ બંધાયેલો છે.

– હવે તેની એકદમ નાની લૂઈ બનાવી પૂરી વણી લો. મિત્રો તમે એક એક પૂરી પણ વણી શકો અને એક સાથે મોટી રોટલી બનાવી તેમાં ગ્લાસથી પૂરી પાડી તે રીતે પણ બનાવી શકો છો.

– હવે પૂરી વણાય જાય ત્યાર બાદ એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ એકદમ ગરમ થઇ જાય ત્યાર બાદ તેમાં પૂરી નાખી દો. પૂરી નાખ્યા બાદ પૂરી ફુલાઈ જશે એટલે ગેસ થોડો ધીમો કરી દો અને પૂરીને બ્રાઉન થવા દો. મિત્રો તેને ઉલ્ટાવતા સૂલટાવતા રેહવાનું છે જેથી પૂરી એકદમ બધી બાજુથી સરસ તળાય જાય.

– હવે તેને ઉતારી લો અને બીજી પૂરી તળવા માટે નાખો. મિત્રો ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તમે પૂરી નાખો ત્યારે ગેસનો તાપ વધારે રાખવાનો છે. જેથી બધી જ પૂરી એકદમ સરસ બનશે.

– હવે તમે જોશો કે વધેલી રોટલીમાંથી પૂરી બનીને તૈયાર થઇ ગઈ છે. અને એકદમ બજાર જેવી જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી. વધારે સમજવા માટે નીચે આપેલો વિડીયો જોજો..

તો મિત્રો આ રીતે ખૂબ જ ઓછી સામગ્રીમાં અને ખૂબ જ સરળતાથી બજાર જેવી પાણીપૂરીનો સ્વાદ ઘરે જ લઇ શકો છો. હવે તમે તેમાં મસાલો અને પાણી બનાવી ઘરે જ બનાવી શકો છો અને આ પૂરીમાં ભરીને પાણીપૂરીની મજા ઘરે જ લઇ શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો