શિયાળામાં બનાવો તાજેતાજુ ગાજર-મરચાનું ચટપટુ અથાણુ, સ્વાદ ક્યારેય નહી ભૂલો, જાણો બનાવવાની સરળ રીત

શિયાળો શરૂ થતા માર્કેટમાં ગાજર અને લીલા મરચા આવવા લાગ્યા છે. આપણી ગુજરાતી ડિસ અથાણાં વગર અધુરી. થાળીનો સ્વાદ વધારવા અને ચટપટા સ્વાદના શોખીન લોકો માટે આજે અમે લાવ્યા છીએ ગાજર-મરચાનું ચટાકેદાર અથાણું.

ગાજર-મરચાનું અથાણું બનાવવા જોશે સામગ્રી

  • 100 ગ્રામ ગાજર
  • 100 ગ્રામ વઢવાણી મરચા
  • રાઈના કુરિયા
  • મેથીના કુરિયા
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી હિંગ
  • લીંબુનો રસ
  • મીંઠુ

ગાજર-મરચાનું અથાણું બનાવવાની પદ્ધતિ
પેલા ગાજર અને મરચા ધોઈ અને લાંબી ચીરીઓ કરી દો. પછી એક વાસણમાં તેલ ગરમ કરવા મુકો એકદમ વધારે જ ગરમ કરવું. હવે એક મોટી તપેલીમાં બને કુરિયા લો.એમા વચ્ચે ખાડો બનાવી હિંગ નાખો.પછી હળદર અને મીઠું છાંટો. હવે ગરમ તેલ આ બધામાં નાખી વઘાર કરો.પછી બધું બરાબર હલાવો.

ઠડું થયા બાદ લીંબુ નો રસ મિક્સ કરી બધું હલાવી લો.પછી બરણીમાં ભરી એક દિવસ રહેવા દો બધા મસાલા ચડી જશે પછી એને પરાઠા, રોટી, થેપલા જોડે ખાવાની મજા આવશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો