દીકરીની બોર્ડની પરીક્ષાના સમયે જ માતા પિતાનું માર્ગ અકસ્માતમાં મોત, દીકરી દીકરો નોધારા બન્યા

મહુવા તાલુકાના કાની ગામે રેહતુ દંપતી એક્ટિવા મોપેડ લઈ મહુવા હાટબજારમાં ખરીદી કરવા જતા હતા. દરમિયાન ગામમાં જ એક પૂરપાટ આવતી ટ્રકે મોપેડને અડફેટમા લેતાં ગંભીર ઇજાના કારણે દંપતીનુ ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાથી પરિવારના દીકરો અને દીકરી નોંધારા બની ગયા છે. વિધિની વ્રક્તા તોએ છે કે, દીકરીની ધો.10 બોર્ડની પરીક્ષાના માંડ 2 દિવસ બાકી છે અને અકસ્માતની ઘટનામાં માતા પિતા ગુમાવવાનું દુ:ખ સહન કરવું અસહનીય છે. દંપતિના મોતથી કાની ગામમા ગમગીનીનો માહોલ છવાઈ હતો.

મોપેડ ટ્રકની આગળના ટાયર નીચે કચડાઈ ગઈ

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના કાની ગામે રહેતા આનંદભાઈ રામુભાઈ નાયકા ગત રોજ સાંજે 7 વાગ્યાના અરસામાં પત્ની રેખાબેન આનંદભાઈ નાયકા સાથે એક્ટિવા મોપેડ (GJ-19-AS-5628) લઈ મહુવા હાટવાડો કરવા માટે જઈ રહ્યા હતા. દરમિયાન ગામની સીમમાં આવેલા હનુમાનજી મંદિર નજીક એક ટ્રક (GJ-03-AT-4600)ના ચાલકે પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી આનંદભાઈ નાયકાની મોપેડને અડફેટમાં લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં એક્ટિવા મોપેડ ટ્રકના આગળના ટાયર નીચે આવી ગઈ હતી અને બંને પતિ પત્ની રોડ પર ઘસડાઈ માર્ગની બાજુમાં પાણી ભરેલા ખાડામાં પડ્યા હતા. આ અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે ગ્રામજનોને જાણ થતા ત્વરિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતમાં ગંભીર ઘવાયેલ દંપતીને સારવાર માટે મહુવા સરકારી દવાખાને લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બંને આનંદભાઈ નાયકા(ઉ.વ.35) અને રેખાબેન નાયકા (ઉ.વ.32)ને મૃત જાહેર કરતા ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા ઘટના સ્થળે આવી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી હતી.

પરિવારમા અન્ય કોઈ મોભી નથી

પુત્રીની બોર્ડની પરીક્ષાના 2 દિવસ પહેલાં જ માતા પિતાનું માર્ગ અકસ્માતમાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જેને લઈ બોર્ડની પરીક્ષા આપનાર 15 વર્ષની દીકરી પર 13 વર્ષના નાના ભાઈના પાલન પોષણની જવાબદારી આવી પડી છે. પરિવારમાં અન્ય કોઈ મોભી ન હોવાથી બંને ભાઈ બહેન નોધારા બની ગયા છે.

હું દોડ્યો અને તેમને દવાખાને લઇ ગયો

કાની ગામના સરપંચ ધર્મેશભાઈ આહિરે જણાવ્યું હતું કે, ગત રોજ સાંજે હું ઘરે હતો તે દરમિયાન હનુમાનજી મંદિર નજીક પાણી પુરી વેચતા યુવાનનો ફોન આવ્યો કે ધડાકાભેર અવાજ થયો છે. હું બાઈક લઈ મંદિર નજીક ગયો હતો ત્યાં જઈ જોતા આનંદભાઈ અને તેમની પત્ની રેખાબેન ખાડામાં પડ્યા હતા. જ્યારે મોપેડ ટ્રક નીચે હતી. જેથી ગ્રામજનોને બોલાવી બંનેને મહુવા સરકારી દવાખાને લઈ ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો