મહીસાગરના સંતરામપુરામાં બે યુવકોએ પરણિત મહિલાના ઘરમાં ઘુસીને કર્યો ગેંગરેપ, બન્ને આરોપીઓની ધરપકડ

હાથરસ ઘટના બાદ ગુજરાતના મહીસાગરમાં પણ શરમજનક ઘટના બની છે. મહીસાગરના સંતરામપુરમાં એક પરણિતા પર ગેંગરેપની ઘટના બની છે. બે વિધર્મી યુવકોએ પીડિતાને ધમકાવીને તેનાજ ઘરમાં તેમના પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સામે આવી છે. પીડિતાએ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ફરિયાદ નોંધી છે. જો કે ફરિયાદ બાદ ગણતરીના કલાકમાં જ બંને આરોપીની ધરપકડ કરી દેવાઇ છે.

ગુજરાતમાં વિધર્મી યુવાનોએ મહિલા પર ગેંગરેપ કરતા ચકચાર મચી જવા પામી છે. મહીસાગરના સંતરામપુરમાં એક મહિલા રહેતી હતી. બે વિધર્મી યુવકો મહિલાના ઘરમાં ઘુસ્યા હતા અને મહિલાને બ્લેકમેલ કરીને તેના જ ઘરમાં ગેંગરેપ કર્યો હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો છે. બન્ને યુવકો દ્વારા મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં પણ આવી હતી. જોકે ધમકીથી ડરી ગયેલી મહિલા સાથે આ આરોપીઓ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બન્ને યુવકો દ્વારા 15 દિવસથી હેરાન પરેશાન કરીને મહિલા પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

પોલીસે ફરિયાદને ગંભીરતાથી લઇને તાત્કાલિક કાર્યવાહી કરી

આ ઘટના બન્યા બાદ પીડિત મહિલાએ સાહસ કરીને ગત રોજ બન્ને વિધર્મી યુવકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.. પોલીસે પણ મહિલાની ફરિયાદને ગંભીરતાથી લઈને એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં બન્ને આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. હાલ પોલીસે ગેંગરેપ કરનાર બન્ને યુવાનો વિરૂદ્ધ વધુ કડક કાર્યવાહી શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો