મહીસાગરના ભાજપના યુવા મોરચાના હોદ્દાદારની બર્થ ડે પાર્ટીમાં બીયરની છોળો ઉડી, તલવારથી કેક કાપતો વીડિયો વાઈરલ

ગુજરાતમાં એક તરફ કોરોના સંકટ તો બીજી તરફ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરીને બર્થડેની ઉજવણી કરી રહ્યા છે. આ લૉકડાઉન અને દારૂબંધીના નિયમોને નેવે મૂકીને ભાજપના જ કાર્યકરોનો બર્થડેની ઉજવણી કરતો વીડિયો વાયરલ થયો છે. જોકે મહીસાગર પોલીસ દ્વારા 7 લોકોને ધરપકડ કરાઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોના મહામારી વચ્ચે મહીસાગર જિલ્લામાં ભાજપ કન્વીનગર કવન પટેલ અને પાર્ટીના સભ્યોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોની તપાસ કરવામાં આવી તો, સામે આવ્યું કે વીડિયો મહીસાગરના કન્વીનર કવન પટેલની બર્થડે પાર્ટીનો છે જે શુક્રવારે યોજવામાં આવી હતી. જેમાં ભાજપના એક સમર્થકના જન્મ દિવસે તલવારથી કેક કાપીને જાહેરમાં ઉજવણી કરી હતી. સાથોસાથ દારૂની પણ મહેફીલ માણી હતી. જો કે આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને 7 જેટલા લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

કોરોના મહામારીમાં મહીસાગર ભાજપ કન્વીનગર કવન પટેલના બર્થડે સેલિબ્રેશનમાં ભાજપના સભ્યોના જમાવડાનો વીડિયો સામે આવતા હોબાળો મચ્યો છે. આ પાર્ટીમાં મહીસાગર જિલ્લા અધ્યક્ષ યોગેન્દ્ર મેહરા, યુવા ભાજપના સભ્યો અને તેમના દીકરા સામેલ છે. આ લોકોને કાયદાનો ડર નથી કે તંત્રનો પણ ડર નથી.

આ અંગે મહીસાગર SPએ પુષ્ટિ કરતા કહ્યું કે, આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરતા 7 લોકોની ધરપકડ કરી છે. આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ શકે છે કે બર્થડે કેકને ગાડીના બોનેટ પર રાખીને તલવારથી કાપવામાં આવી રહી છે. આ દરમિયાન દારૂની બોટલો પણ ખુલ્લેઆમ ઉછાળવામાં આવી રહી છે.

ભાજપના મોટા નેતા નરહરિ અમીન, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, ગુજરાત અન્ન અને નાગરિક પુરવઠા નિગમના અધ્યક્ષ રાજેશ પાઠકની સાથે કવન પટેલના ફોટા છે. કવન પટેલે બર્થડે પાર્ટીમાં લોકોને ન માસ્ક લગાવ્યું કે ન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો