પંચમહાલના માતરીયા વેજ ગામમાં મહિલા તલાટી 6000ની લાંચ લેતા ઝડપાયા

પંચમહાલ જિલ્લાના માતરીયા વેજમાં ગ્રામ પંચાયતના તલાટીને ગોધરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ રૂપિયા 6000ની લાંચ લેતા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. મહિલા તલાટી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ડેટાબુકમાં સહીઓ કરવા માટે અરજદાર પાસેથી રૂપિયા 2000 લાંચ લેતા હતા.

વ્યાપક ફરિયાદો ગોધરા ACBને મળી હતી

માતરીયા વેજમાં ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ઉષાબહેન વિરકાભાઇ કટારા ફરજ બજાવે છે. માતરીયા વેજમાં ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ ચાલે છે. આ યોજનાના લાભાર્થીઓ ડેટાબુકમાં સહી કરીને તાલુકા પંચાયતમાં ફાઇલ મોકલવાની હોય છે. આ ફાઇલ મોકલવા માટે તેઓ દરેક અરજદાર પાસેથી રૂપિયા 2000 લાંચ લેતા હતા. આ અંગેની વ્યાપક ફરિયાદો ગોધરા એ.સી.બી. પાસે પહોંચી હતી.

અરજદારને ત્રણ ડેટાબુકમાં સહીઓ કરાવવા માટે મોકલ્યો હતો

એ.સી.બી. પી.આઇ. જે.એમ. ડામોરે એક અરજદારને મદદ માટે તૈયાર કર્યો હતો. અને તે અરજદારને ત્રણ ડેટાબુકમાં સહીઓ કરાવવા માટે તલાટી ઉષાબહેન કટારા પાસે મોકલ્યો હતો. તલાટીએ ત્રણ ડેટાબુક ઉપર સહી કરવાના અરજદાર પાસે એક ડેટાબુકમાં સહી કરવાના રૂપિયા 2000 પ્રમાણે 6 હજાર લેતાં વોચમાં ગોઠવાયેલી એ.સી.બી. ટીમના હાથે ઝડપાઇ હતા. એ.સી.બી.એ મહિલા તલાટીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો