સમસ્ત લેઉવા પટેલ સમાજ અને મહિલા મંડળના ઉપક્રમે વિધવા બહેનોને નિ.શુલ્ક શિલાઇ મશીન વિતરણ

તા 2.2 18ના રોજ માખીયાળા ગામે સમસ્ત લેઉવા પટેલ સમાજ અને જૂનાગઢ જીલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ ના ઉપ ક્રમે લેઉવા પટેલ સમાજની જરુયાત અને વિધવા બહેનોને નિ.શુલ્ક શિલાઇ મશીન વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દાતાના સહયોગથી આ કાર્યક્રમમાં ખાજહાજર રહેલ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, સુરતના ઉધ્ધ્યોગપતિ રમેશભાઇ ગજેરા, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઇ ગજેરા, સમાજ અગ્રણી કાનભાઇ કાનગડ, ભીખાભાઇ ગજેરા, ડો.જી.કે ગજેરા, હરસુખભાઇ સોજીત્રા, મંડળ જીલ્લા પ્રમુખ શારદાબેન ગાજીપરા સહેર પ્રમુખ જયશ્રીબેન વેકરીયા, સરપંચ રમેશભાઇ ગજેરા, મંત્રી રુપલબેન વધાસીયા, આરતીબેન ગજેરા, રમણીકભાઇ હિરપરા તેમજ કાર્યક્રમના પ્રણેતા હરસુખભાઇ વધાસીયા એ જણાવેલ બહેનો સમાજમા સ્વમાનભેર જીવી શકે પરિવાર ને ઉપયોગી બની શકે એવા ઉદેશ થી શિલાઇ મશીન આપવામા આવે છેઆજ સુધીમાં શિલાઇ મશીના 77 કાર્યક્રમ જીલ્લાભરમા યોજાયા એમા 3700 જેવા બહેનોને શીલાઇ મશીન આપવામા આવેલ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો