એસિડ એટેક પીડિતાના પુનઃલગ્ન કરાવીને અનેક દીકરીઓનાં પાલક પિતા મહેશભાઈ સવાણીએ નવી મિશાલ કાયમ કરી

હિંમતનગરના સાસરિયાના એસિડ એટેકનો ભોગ બનેલી મહિલાના મહેશ સવાણીએ પુનઃલગ્ન કરાવ્યા હતા. સવાણી પરિવાર દ્વારા એસિડ એટેકનો ભોગ બનેલી મહિલાને પુનઃ સાસરે વળાવવામાં આવી હતી. મહિલા પર તેના પતિ અને સાસરિયાએ એસિડ હુમલો કર્યો હતો. તેની આંખ અને ચહેરા પર ગંભીર ઈજા થઈ હતી. ઈજાને કારણે આંખ અને ચહેરા પર ગંભીર ક્ષતિ થઈ હતી.

જયશ્રીબેનના પિતા વોચમેન તરીકે નોકરી કરતા હતા. પિતાએ પુત્રી જયશ્રીબેન અને પુત્રના લગ્ન સામસામે કરાવ્યા હતા. લગ્ન બાગ તેને સંતાનમાં એક પુત્ર હતો. જયશ્રીના પતિએ લગ્નના થોડા સમય બાદ આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરી હતી. વિધવા બનેલી જયશ્રીબેન પર પરિવારની તમામ જવાબદારી આવી પડી હતી. તેના ભાઈ અને ભાભીના લગ્નજીવનમાં પણ ભંગાણ સર્જાયું હતું. તેથી ભાઈ અને પિતાએ તેને તરછોડી દીધી હતી.

તેણે પુત્રના અને પોતાના જીવનનિર્વાહ માટે મજબૂરીમાં બીજા લગ્ન કર્યા હતા. આ લગ્નજીવનમાં તેને બીજો પુત્ર અવતર્યો હતો. પતિને દારૂ પીવાની કૂટેવ હતી. તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. તેથી માનસિક રીતે પડી ભાંગી હતી. તે પિતાનો પ્રેમ ઝંખતી હોવાથી પીપી સવાણી પરિવારના મોભી અને અનેક દીકરીઓનાં પાલક પિતા મહેશ સવાણીનો વોટ્સએપ મારફતે સંપર્ક કર્યોહતો. બે વર્ષ સુધી મહેશભાઈ સાથે સંપર્કમાં રહીને પિતાની છત્રછાયા મેળવી હતી.

ત્યારે અચાનક એકવાર રાત્રે મહેશભાઈને કોલ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવે છે. પતિ અને સાસુએ એસિડ એટેક કર્યો છે. તેના આંખ અને ચહેરા પર ગંભીર ઈજા થઈ હતી. તેના પ્રથમ પુત્રને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યોહતો. તેણે મહેશભાઈ પાસે પિતા તરીકેની મદદ માગી હતી. મહેશે અંગત મિત્ર રાજુ પંચાલનો હિંમતનગરમાં સંપર્ક કરીને તાત્કાલિક જયશ્રીબેન તથા તેના પુત્રને છૂટકારો અપાવ્યો હતો. અને 17 ઓક્ટોબર 2020ના રોજ વરાછામાં મંદિરમાં જયશ્રીબેન અને દીપકનાં લગ્ન કરાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો