મલ્ચિંગ સ્ટાઈલથી ખેતી કરીને મબલખ કમાણી કરી રહ્યા છે ખેડૂતપુત્ર મહેશ પટેલ

મહેસાણાના વિજાપુર વિસ્તારમાં એક ખેડૂતે વૈજ્ઞાનિક પદ્ધત્તિથી ખેતી કરીને ટૂંકા ગાળામાં જ સારી આવક મેળવી છે. વૈજ્ઞાનિક પદ્ધત્તિમાં આ ખેડૂતે મલ્ચીંગ પદ્ધત્તિ અપનાવી છે. મલ્ચીંગ પદ્ધતિથી ખેતી કરવાથી કેવા થાય છે ફાયદા તેની માહિતી આ ખેડૂતે આપી હતી.

જગતનો તાત હવે ખેતી વૈજ્ઞાનિક પદ્ધતિથી કરીને પોતાની આવક વધારી રહ્યો છે. મહેસાણાના વિજાપુરના રામપુર કોટ ગામના મહેશ પટેલ નામના ખેડૂત પણ આવું જ કંઈક કરી રહ્યાં છે. મહેશ પટેલ છેલ્લા પાંચ વર્ષથી પોતાના ખેતરમાં 16 વિઘામાં તરબૂચની ખેતી કરી રહ્યા છે. મહેશભાઈ મલ્ચીંગ પદ્ધતિથી પાંચ વર્ષથી ખેતી કરી રહ્યાં છે. તેમને મલ્ચીંગ પદ્ધતિથી ખેતી કરવાનું પ્રોત્સાહન મોડાસાથી પાંચ વર્ષ અગાઉ મળ્યું હતું. મહેશભાઈ કરેલી તરબુચની ખેતીમાં ત્રણેક મહિનામાં પાક મેળવી લે છે અને રૂ.75,૦૦૦થી રૂ.1 લાખ સુધીની આવક આટલા ટૂંકા ગાળામાં કરી લે છે. દર છ માસે પણ ફરીથી ઉત્પાદન લઇ શકાય છે તેમ મહેશભાઈએ જણાવ્યું છે.

કેવી રીતે કરાય છે મલ્ચિંગ પદ્ધતિથી ખેતી

મલ્ચીંગ પદ્ધત્તિથી ખેતી કરવાથી થતા વિવિધ ફાયદાની વાત કરીએ તો, આ પ્રકારની ખેતીમાં બિયારણ કર્યા બાદ તેના પર પ્લાસ્ટિક ઢાંકી દેવામાં આવે છે અને માત્ર છોડ બહાર આવે તેટલી જગ્યા રાખવાથી છોડનો સારી રીતે વિકાસ થાય છે. આ કારણે છોડના મૂળમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે. આમ, ઉપર પ્લાસ્ટિક ઢાંકી દેવાથી જમીનમાંથી પાણી ઓછું ઉડે છે. એટલે છોડને પાણીની જરૂર પણ ઓછી પડે છે. તેમાં પણ ડ્રીપ ઈરિગેશનનો ઉપયોગ એટલે જરૂરિયાત મુજબના પાણીનો જ ઉપયોગ થાય છે. તો વળી, પાક માટે મજૂરોની જરૂર પણ ઓછી પડે છે. તો બીજી તરફ, નિંદામણ પણ થતું નથી.

આમ, વિજાપુર વિસ્તારના આ ખેડૂતે કરેલી મલ્ચીંગ પદ્ધતિથી ખેતીથી પાણીનો બચાવ થાય છે. ઉનાળા જેવી સીઝનમાં જ્યાં પાણીની અછતનો સામનો કરવો પડે છે, તેમાં આ રીતથી કરાતી ખેતી બહુ જ ફળદાયી સાબિત થઈ શકે છે. તેમજ થોડા જ મહિનામાં પાક તૈયાર થઇ જાય છે. પાક સારો થાય છે અને સામે આવક પણ સારી મળે છે. આ ખેડૂતથી પ્રેરણા લઈને રામપુર કોટ વિસ્તારના અન્ય ખેડૂતો પણ આ ખેતીની પ્રેરણા લઈને મલ્ચીંગ પદ્ધતિથી ખેતી કરવા પ્રેરાઈ રહ્યા છે.

75,૦૦૦થી રૂ.1 લાખ સુધીની આવક આટલા ટૂંકા ગાળામાં કરી
મલ્ચીંગ પદ્ધતિથી પાણીનો બચાવ થાય છે
પાક સારો થાય છે અને સામે આવક પણ સારી મળે છે.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે ખેતીવાડી અને ખેડૂતને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો