મહેસાણા: ચાઈનીઝ દોરીએ પટેલ યુવાનનું ગળું કાપ્યું, બે બહેનોના એકના એક ભાઈનું મોત

મહેસાણા: આજે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગોઝારિયાના પરિવાર પર પર્વના દિવસે જ આભ ફાટી પડ્યું છે. કોઈની ઉજવણી પરિવારના દીકરા માટે મોતનું કારણ બની છે. ગોઝારિયામાં બાઈક પર જઈ રહેલા પટેલ યુવાનને ચાઈનીઝ દોરીએ ગળું કાપી નાંખ્યું હતું. ગળું કપાવાથી યુવાનનું ગણતરીની મિનિટમાં મોત નિપજ્યું હતું. મૃતક બે બહેનોનો એકનો એક ભાઈ હતો.

ગોઝારિયા ચાર રસ્તાની ઘટના

ગોઝારિયામાં બાઈક પર જઈ રહેલા કલ્પેશ પટેલના ગળામાં અચાનક જ ચાઈનીઝ દોરી આવી ગઈ હતી. કપાયેલી પતંગની દોરી ગળામાં આવતા અંદર ઊંડે સુધી ઘૂસી ગઈ હતી. બાઈક પરથી પટકાયેલો કલ્પેશ ગોઝારિયા ચાર રસ્તા તરફડવા લાગ્યો હતો. તેને સારવાર આપી શકાય એ પહેલા જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. તેનું લાંઘણજ પીએચસી સેન્ટરમાં પીએમ કરવામાં આવ્યું હતું.

મહેસાણા જિલ્લામાં બીજા યુવાનનું ગળુ કપાયું

મહેસાણા જિલ્લામાં વડનગરમાં દોરીથી વધુ એક યુવાનનું ગળું કપાયું હતું. દોરીથી ઈજાગ્રસ્ત થયેલા 35 વર્ષીય યુવાન ભરતભાઈ પરમારને મહેસાણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો