સુશાંત સિંહના કેસમાં મહારાષ્ટ્ર સરકાર પોતાની ભૂમિકા પર અડગ, બિહાર પોલીસને નહીં આપે કોઈ જ દસ્તાવેજ
સુશાંત સિંહ રાજપૂત કેસમાં મહારાષ્ટ્ર સરકારને બિહાર પોલીસની તપાસ પર કાયદાકીય સલાહ મળી. મહારાષ્ટ્ર સરકારે બિહાર પોલીસ પાસે આ કેસને લઇને કાનૂની સલાહ માંગી હતી. મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર સરકાર પોતાની ભૂમિકા પર અડગ છે. મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે બિહાર પોલીસને તપાસનો અધિકાર નથી. મહારાષ્ટ્ર સરકારનું એ પણ કહેવું છે કે તે તપાસ માટે બિહાર પોલીસને સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે જોડાયેલા દસ્તાવેજ નહીં સોંપે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કેસ બિહાર પોલીસના અધિકાર ક્ષેત્રમાં નથી
મહારાષ્ટ્ર સરકારને કાનૂની જાણકારોએ જે કાનૂની સલાહ આપી છે તે અનુસાર આ કેસ બિહાર પોલીસના અધિકાર ક્ષેત્રમાં નથી. સીઆરપીસી 12-13ના અનુસાર ક્રાઇમ જે અધિકાર વિસ્તારમાં આવે છે ત્યાંની પોલીસ તપાસ કરી શકે છે. મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે આ મામલે પટના પોલીસ પાસે કોઈ પણ ફરિયાદ આવી છે તો તેમણે આને લઇને CR-00 અંતર્ગત એફઆઈઆર રજિસ્ટર કરીને મુંબઈ પોલીસને આપવી જોઇતી હતી, પરંતુ આવુ થયું નહીં. આ કારણે મહારાષ્ટ્ર સરકાર પોતાની ભૂમિકા પર અડગ છે અને બિહાર પોલીસને આ તપાસમાં કોઈ પણ પ્રકારનાં દસ્તાવેજ નહીં આપે.
શું કહ્યું મુંબઈ પોલીસ કમિશ્નરે?
આ પહેલા મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે સોમવારનાં કહ્યું કે, બિહારની પોલીસનો સાથ-સહયોગ ના કરવાનો પ્રશ્ન જ નથી. બિહાર પોલીસની એક ટીમ સુશાંત સિંહ રાજપૂત કેસમાં તપાસ માટે મહાનગર આવી છે. સિંહે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, મુંબઈ પોલીસની ટીમ યોગ્ય દિશામાં ચાલી રહી છે અને કેસની તપાસ દરેક સંભવિત બિંદુઓથી કરવામાં આવી રહી છે.
સુશાંતનું મોત કઈ પરિસ્થિતિમાં થયું તે તપાસનો વિષય
એ પુછવા પર કે, અભિનેતાને બાઇપોલર બીમારી હતી અને તેની સારવાર ચાલી રહી હતી તથા તે આની દવા લઇ રહ્યા હતા, તેના પર પરમબીર સિંહે કહ્યું કે, “કઈ પરિસ્થિતિમાં મોત થયું તે અમારા માટે તપાસનો વિષય છે.” આ કેસમાં મુંબઈ પોલીસ અત્યાર સુધી 56 લોકોનાં નિવેદન લઇ ચુકી છે. તેમણે કહ્યું કે સુશાંતની બહેનનું પણ નિવેદન લેવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

