માણસાઈ મરી પરવારી હોય તેવી ઘટના સામે આવી: માતાના મૃતદેહ પાસે 2 દિવસ સુધી ભૂખથી તડપતી રહી 1 વર્ષની બાળકી, લોકો અડ્યા પણ નહીં; અંતે મહિલા કોન્સ્ટેબલે સંભાળી

મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાનું મોત થઈ ગયું અને બે દિવસ સુધી તેનો મૃતદેહ તેના ઘરમાં પડ્યો રહ્યો. મહિલાની બાજુમાં તેની એક વર્ષની બાળકી ભૂખથી તડપતી હતી પરંતુ કોઈ તેની મદદ કરાવા પણ ના ગયું. અંતે શુક્રવારે એક મહિલા કોન્સ્ટેબલ શુક્રવારે તે બાળકીને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈને આવી હતી.

ઘટના પિંપરી ચિંચવાડના દિધી વિસ્તારની છે. ઉત્તર પ્રદેશમાં રહેતી એક મહિલા તેના પતિ અને દીકરી સાથે એક ભાડાંના ફ્લેટમાં રહેતી હતી. થોડા દિવસ પહેલાં તેનો પતિ કામથી યુપી ગયો હતો અને ત્યારથી મહિલા તેની દીકરી સાથે એકલી રહેતી હતી. માનવામાં આવે છે કે, મંગળવારે કે બુધવારે તે મહિલાનું નિધન થયું હતું. ત્યારપછી કોઈને બે દિવસ સુધી તેનો ખ્યાલ પણ આવ્યો નહતો. ગુરુવારે પડોશીઓને વાસ મારવા લાગી પરંતુ કોરોનાના ડરના કારણે કોઈ ફ્લેટમાં અંદર જવા તૈયાર નહતું.

શુક્રવારે કોઈએ ફોન કરીને પોલીસ સ્ટેશન જાણ કરી હતી. ત્યારપછી કોન્સ્ટેબલ સુશીલા ગાભલે અને રેખા વાજે ઘટના સ્થળ પર પહોંચ્યા અને તેમણે દરવાજો તોડ્યો હતો. તેમણે જોયું કે, એક એક વર્ષની બાળકી મૃતદેહની બાજુમાં સુતી હતી અને ભૂખથી તડપી રહી હતી. ત્યારપછી બંને કોન્સ્ટેબલ બાળકીને લઈને પોલીસ સ્ટેશન આવ્યા અને તેમણે મહિલાનો મૃતદેહ હોસ્પિટલ મોકલાવ્યો હતો.

થોડી વધારે વાર થતી તો બાળકીનો જીવ પણ જઈ શકતો હતો

કોન્સ્ટેબલ સુશીલા ગાભલેએ જણાવ્યું કે, બાળકીની હાલત ગંભીર હતી અને જો વધુ થોડો સમય થાત તો કોઈ ર્દુઘટના પણ થઈ શકતી હતી. પહેલાં અમે બાળકીને થોડું દૂધ અને બિસ્કિટ ખવડાવ્યા અને પછી ડોક્ટરની સલાહ પ્રમાણે અમુક સિરપ પણ આપી. હાલ તેના પિતાને આ વિશે માહિતી આપી દેવામાં આવી છે . શનિવાર સાંજ સુધીમાં બાળકીના પિતા પુણે પહોંચી જશે ત્યારપછી બાળકી તેમને સોંપી દેવામાં આવશે.
દિધી પોલીસ સ્ટેશનના સીનિયર અધિકારીના જણાવ્યા પ્રમાણે બાળ કલ્યાણ સમિતિના નિર્દેશો પ્રમાણે બાળકીને સરકારી ચાઈલ્ડ કેર હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી છે. બાળકીની માતાનું નામ સરસ્વતી રાજેશ કુમાર હતું. તેના મોતના કારણ વિશે તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું છે કે, જે દિવસે મહિલાનો મૃતદેહ મળ્યો તેના બે દિવસ પહેલાં તેનું મોત થયું છે.

પડોશીઓએ બાળકીને હાથ પણ ના લગાડ્યો

મોહન શિંદેએ જણાવ્યું કે, અમે મૃત મહિલાના પડોશીઓ પાસેથી મદદ માંગી પરંતુ તેમણે મદદ કરવાનો ઈન્કાર કરી દીધો . કોરોનાના ડરના કારણે કોઈ બાળકીને હાથ લગાડવા પણ તૈયાર નહતું. ત્યારે બે મહિલા કોન્સ્ટેબલે બાળકીને સાચવી અને તેને ખાવાનું ખવડાવ્યું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો