વાળીનાથ ધામના મહંત અને રબારી સમાજના ગુરુ બળદેવગીરી બાપુનું નિધન, રબારી સમાજમાં શોકનો માહોલ
વિસનગરના તરભ સ્થિત સમસ્ત રબારી સમાજની ગુરુગાદી વાળીનાથ અખાડાના મહંત બળદેવગીરી બાપુ (Mahant Baldevgiri Bapu)નું નિધન થયું છે. તેઓની તબિયત નાજુક બનેલી હતી. તેમના નિધનથી અનુયાયી સહિત રબારી સમાજમાં દુઃખનું મોજું છવાયું છે. અનુયાયીઓની પ્રાથના હતી કે, નવનિર્મિત મંદિરમાં શિવ પંચાયતની પ્રતિષ્ઠા બાપુના હસ્તે જ થાય, પણ આ પ્રાથના પૂરી થઈ શકી નહીં. અમિત શાહ અને સીએમ વિજય રૂપાણીએ પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી.
તરભવાળીનાથ ધામ,વિસનગર (મહેસાણા)ના મહંત તથા રબારી સમાજના ધર્મગુરૂ પૂજ્ય બળદેવગિરિજી મહારાજના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું.પ્રભુ તેમના પાવન આત્માને શાંતિ અર્પે તેમજ તેમના અનુયાયીઓ-ભક્તોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે જ પ્રાર્થના. ઓમ શાંતિ.
— Amit Shah (@AmitShah) December 24, 2020
તરભમાં આવેલી રબારી સમાજની ગુરુગાદી વાળીનાથ અખાડાની જગ્યામાં રૂ.25 કરોડના ખર્ચે ભવ્ય શિવમંદિર પૂર્ણતાના આરે છે. આ મંદિરનો સંકલ્પ મહંત બળદેવગીરી બાપુએ કર્યો હતો અને તેમની હયાતીમાં જ મંદિરમાં શિવ પંચાયતની પ્રતિષ્ઠા થાય તેવી અનુયાયીઓની લાગણી રહી હતી. તેઓનાં નિધનથીઅનુયાયી સહિત રબારી સમાજમાં શોક છવાઇ ગયો છે.
રબારી સમાજના ગુરુ બળદેવગીરીજી મહારાજના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું.
પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે અને ભક્તગણને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના.
ૐ શાંતિ…!!
— Vijay Rupani (@vijayrupanibjp) December 24, 2020
મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકામાં આવેલા તરભ ગામ ખાતે આવેલ વાળીનાથ અખાડાને સમસ્ત રબારી સમાજની ગુરૂગાદી ગણવામાં આવે છે. અહીં ગુરૂગાદીના મહંત બલદેવગિરી બાપુની છેલ્લા કેટલાક સમયથી તબીયત ખરાબ હતી, જેને પગલે તેમને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, તેમની તબીયત વધારે લથડતા આખરે તેમને તરભ ખાતે લાવવામાં આવ્યા હતા.
સમસ્ત રબારી સમાજ માટે આ પાવન સ્થળ માનવામાં આવે છે. તરભ વાળીનાથ અખાડા ધામમાં મહંત બળદેવગિરી બાપુના દર્શને બેસતા વર્ષે અને ગુરૂ પૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો અને અન્ય શ્રદ્ધાળુઓ આવતા હતા. વિસનગર તાલુકાના તરભ ગામમાં શ્રી વાળીનાથ અખાડા ખાતે 9૦૦ વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર આવેલ છે. પ્રથમ મહંત વિરમગીરી મહારાજે આ જગ્યાના આ પાવનભુમિમાં રબારી સમાજોની ગુરૂગાદીની સ્થાપના કરી હતી અને રબારી સમાજના લોકો ગુરૂગાદી અને તેના આચાર્યને ભગવાનની જેમ પૂજે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

