એમપી પોલીસનો બર્બર ચહેરો જોઇને તમારા રૂંવાડા ઉભા થઈ જશે. ખેડૂતને માર્યો ઢોર માર- બેભાન પિતાને જોઇ રડતા રહ્યા 7 બાળકો
એમપી પોલીસનો બર્બર ચહેરો જોઇને તમારા રૂંવાડા ઉભા થઈ જશે. ગુનામાં જમીન ખાલી કરાવવા પહોંચેલી પોલીસે દલિત ખેડૂતને બેરહેમીથી માર્યો છે. ખેડૂત પોલીસ અને ઑફિસરો સામે આજીજી કરતો રહ્યો, પરંતુ પથ્થર દિલ ઑફિસરોનું હ્રદય પીગળ્યું નહીં અને તાબડતોડ લાઠીઓ વરસાવતા રહ્યા. વિડીયો વાયરલ થયા બાદ એમપીમાં હંગામો મચ્યો છે, પરંતુ શિવરાજ આખા પ્રકરણ પર ચુપ છે. પોલીસની માર બાદ ખેડૂતે જંતુનાશક દવા પી લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
બાળકો કહેતા રહ્યા – પપ્પા ઉઠોને
ત્યારબાદ તે બેભાન થઈને જમીન પર પડતો રહ્યો હતો. પિતાને બેભાન જોઇને 7 બાળકો પાસે ઉભા રહીને રડી રહ્યા હતા. એક દીકરી પિતાને હલાવી રહી હતી અને કહી રહી હતી ‘પપ્પા, ઉઠોને.’ પાસે ઉભેલા તમામ ભાઈ-બહેનો રડી રહ્યા હતા. વિડીયોમાં સ્પષ્ટ જોવામાં આવી રહ્યું છે કે આ દ્રશ્યો જોઇને ભલભલા લોકો ભાવુક થઈ ગયા છે, પરંતુ બેરહમ પોલીસવાળા ચુપચાપ ઉભા રહીને તમાશો જોઇ રહ્યા છે.
कांग्रेस पार्टी ने हमेशा ही ग़रीबों और किसानों की लड़ाई में उनका साथ दिया है।
—शिवराज सरकार के इस अमानवीय कृत्य ने बीजेपी की तानाशाही को बेनक़ाब किया है।
“ये लड़ाई शिवराज सरकार के अंत का आरंभ है” https://t.co/AxZjpqAcAb
— MP Congress (@INCMP) July 16, 2020
24 કલાકથી વધુ થયા, પરંતુ શિવરાજ મૌન
પાસે ઉભેલા પોલીસવાળા ખેડૂતને તરત હૉસ્પિટલ લઇ જવાનો પ્રયત્ન પણ નથી કરી રહ્યા. દરેક વાત પર ટ્વીટ કરીને જવાબ આપનારા શિવરાજ ગુનાકાંડ પર અત્યાર સુધી મૌન છે. ઘટનાનાં 24 કલાકથી વધારે સમય વિતવા છતા પણ શિવરાજનું કોઈપણ ટ્વીટ અથવા નિવેદન આ મામલે નથી આવ્યું. જ્યોતિરાદિત્ય સિંધિયાનાં હસ્તક્ષેપ બાદ ગુનાનાં કલેક્ટર અને એસપીને હટાવવામાં આવ્યા છે.
કૉંગ્રેસે બીજેપીને ઘેર્યું
પેટાચૂંટણી પહેલા ખેડૂતો પર લાકડીઓ વરસાવવાને લઇને સરકાર ઘેરાઈ છે. કૉંગ્રેસ સંપૂર્ણ રીતે સરકાર પર હુમલો કરી રહી છે. કૉંગ્રેસે કહ્યું છે કે, કૉંગ્રેસ પાર્ટીએ હંમેશા ગરીબો અને ખેડૂતોની લડાઈમાં સાથ આપ્યો છે. શિવરાજ સરકારનાં આ અમાનવીય કૃત્યએ બીજેપીની તાનાશાહીને ખુલ્લી કરી છે. આ લડાઈ શિવરાજ સરકારનાં અંતનો આરંભ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

