બાળકને બચાવવા કર્યો છુટ્ટો ઘા અને હાથમાંથી છટકી ગયું…. વિડિઓ જોઈને હૃદયના ધબકારા બંધ થઈ જશે!

અમુક ઘટના ઐતિહાસિક બની જતી હોય છે. તેમાંની જ આ એક ઘટના કેમેરામાં કેદ થઈ છે. એક બાળક સહિત પાંચ લોકોની કાર ડૂબી જતા બચી ગઈ હતી. મધ્ય પ્રદેશના ઓર્છા શહેરની એક નદીમાં કાર ડૂબતા બચી ગઈ હતી. કાર સાથે જોરદાર અકસ્માત થયો અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

વાયરલ થલેયા આ વીડિયોમાં એક ટેમ્પો કાર સાથે અથડાઈ છે. ત્યારબાદ કારનો ડ્રાઈવર નિયંત્રણ ગુમાવી બેસે છે અને કાર સાંકડા પુલ પરથી નદીમાં ખાબકે છે. આ દરમિયાન ટેમ્પા વાળો સ્થળ પરથી ભાગી છૂટ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. કાર ડૂબવા માંડી ત્યારે એક માણસ બારીમાંથી બહાર આવતો દેખાય છે. ત્યારબાદ તે કારમાંથી અન્ય શખ્સને બહાર કાઢવા માટે સંઘર્ષ કરે છે.

એક જ ક્ષણે કારની અંદરથી એક માણસ બહાર નીકળે છે અને બાળકને પણ બહાર કાઢે છે. પછી પુલ તરફ જે લોકો ઊભા છે તરત બાળકને તેની તકફ ઘા કરે છે. બાળકનો કેચ કરવામાં થોડી ચૂક થઈ જાય છે અને બાળક પુલથી થોડુંક નીચે પડી જાય છે. સદભાગ્યે બાળકને સમયસર ફરીથી પાણીમાંથી બહાર કાઢવામા આવે છે અને જીવ બચી જાય છે.

ત્યારબાદ ઘટના જોનાર એક માણસ પણ નદીમાં કૂદી પડે છે અને ડૂબતી કાર તરફ તરતો તરતો જાય છે. અન્ય લોકોની સહાય કરીને એક બીજાની સલામતી માટે અન્ય મુસાફરોને બહાર કાઢે છે. ત્યારબાદ તેમને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો